જૂની અદાવતમા થયેલા ઝઘડાનાં કેસમાં આરોપીને દોષમૂક્ત જાહેર કરતી કોર્ટ, બચાવ પક્ષે સિનિયર એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખે કરી દલીલો

HomeGujarat

જૂની અદાવતમા થયેલા ઝઘડાનાં કેસમાં આરોપીને દોષમૂક્ત જાહેર કરતી કોર્ટ, બચાવ પક્ષે સિનિયર એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખે કરી દલીલો

જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડાનાં અનુસંધાનમાં કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ

જામનગરમાં જર્જરિત ઈમારતનો હિસ્સો ધસી પડ્યોઃ ત્રણના મૃત્યુ
લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવું સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાત માટે મહિલા ચીફ જસ્ટિસના નામની કરી ભલામણ, 7 રાજ્યોને મળશે નવા જજ

જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડાનાં અનુસંધાનમાં કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં સિનિયર એડવોકટ મુખ્ત્યાર શેખ અને એડવોકેટ યાહ્યા શેખ દ્વારા બચાવ પક્ષમાં દલીલો કરવામાં આવી હતી.

કેસની વિગત એવી છે કે 23-8-2015 ના રોજ રાજુ કાંતાપ્રસાદ ચૌહાણ તથા તેના ભાઈનાઓનો ફરીયાદી મિતેશભાઈ હરીશભાઈ કંથારીયા નાઓની માતા–પિતા સાથેની જુની અદાવતને કારણે ઝધડો થયો હતો.આના અનુસંધાને ફરીયાદીની માતા જહાંગીરપુરા પો.સ્ટેશન ખાતે ફરીયાદ આપવા માટે ગયા હતા. તે સમય દરમિયાન ચેત્રાલી રો—હાઉસની બાજુમાં, એસ.એમ.સી. ટેનામેન્ટ, બીલ્ડીંગ નં.1 ની સામે જાહેર રોડ ઉપર આ આરોપીઓએ ફરીયાદી તથા તેના ભાઈને ગાળ ગલોચ કરી, ઢીક મુકકીનો માર મારી સ્ટમ્પ વડે ફરીયાદીના માથાના ભાગે, પગના ભાગે, હાથના ભાગે વિગેરે આખા શરીરે ફરીયાદી તથા તેના ભાઈને માર મારી અને ફરીયાદીને મોઢાના ભાગે સ્ટમ્પ મારી પાંચ દાંત તોડી નાંખ્યા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પો.સ્ટેશનમાં 31-8-2015ના રોજ ઈ.પી.કો. કલમ-326,323,504, 114, જી.પી.એકટની કલમ-135 મુજબની ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેના કેસની સુનાવણી કોર્ટમાં શરુ કરવામાં આવી હતી અને આરોપીઓ તરફે વકીલ યાહ્યા એમ. શેખ તથા મુખત્યાર એ.શેખ હાજર થયા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરીયાદી તથા ફરીયાદીના કુટુંબીજનોની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી. આરોપીઓના વકીલ દ્રારા ફરીયાદી તથા સાહેદોની વિગતવારની ઉલટતપાસ કરવામાં આવી હતી. બચાવ પક્ષ દ્રારા ફરીયાદી તથા તેના કુટુંબીજનો ઉપર અનેક પ્રકારના ગુનાના કેસો ચાલતા હોય અને કહેવાતી ફરીયાદ 10 દિવસ ડીલે હોય તેમજ ડીલે સમય દરમિયાનનાં કોઈ સારવારના પેપર રેકોર્ડ ઉપર આવ્યા ન હોય અને ફરીયાદી તેની માતા સાથે આરોપીઓના ઘરે તલવાર લઈને ધમકાવવા ગયેલા હોય તે હકીકત રેકર્ડ પર લેવામાં આવી હતી.

આ ઉપરાંત ફરીયાદમાં કોઈ તટસ્થ વ્યકિત સાહેદ તરીકે ન હોય અને ફરીયાદીને જે ઈજા થઈ હતી તે કોઈ વાહન ઉપરથી પડી જવાથી થઈ શકે તેવી ઈજા હોય તેમજ ફરીયાદીએ તેની મેડીકલ હીસ્ટ્રીમા કોઈ આરોપીઓના નામ પણ જણાવેલા ન હોય વિગેરે મુજબની બચાવ પક્ષના વકીલ યાહ્યા શેખ તથા મુખ્તીયાર શેખ દ્રારા કરવામાં આવેલી ઉલટતપાસ તથા દલીલને ધ્યાને રાખી કોર્ટે 1-7-2024 ના રોજ આરોપી રાજુ ચૌહાણને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0