સુરતના ધાસ્તીપુરા, વરિયાવી બજારમાં દારુનો ધંધો કરતા બૂટલેગરને પકડી પાડી લાલગેટ પોલીસ પાસા હેઠળ કાર્યવાહી કરીને અમદાવાદ જેલમાં મોકલી આપ્યો છે. માહિ
સુરતના ધાસ્તીપુરા, વરિયાવી બજારમાં દારુનો ધંધો કરતા બૂટલેગરને પકડી પાડી લાલગેટ પોલીસ પાસા હેઠળ કાર્યવાહી કરીને અમદાવાદ જેલમાં મોકલી આપ્યો છે.
માહિતી મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ સંયુક્ત પોલીસ કમિશનર,નાયબ પોલીસ કમિશનર(ઝોન-૩), મદદનીશ પોલીસ કમિશનર(ઇ-ડિવિઝન) દ્વારા ગુનાખોરી અને બૂટલેગીંગ લગામ કસવાની સીધી સૂચના મળી હતી. આ સૂચનાનાં અનુસંધાને આવા મારધાડ અને મિલ્કત સંબંધી ગુનાઓમાં ગુનેગારો વિરુદ્વ પાસા હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ.ચૌધરી દ્વારા નશાબંધીના કડક અમલ માટેના પ્રયત્નોનાં ભાગરુપે 1266 ખાન સાહેબનો ભાટા, ધાસ્તીપુરા પાલીયા ગ્રાઉંડ, વરીયાવી બજાર ખાતે 34 વર્ષીય તુષાર ઠાકોરભાઇ પટેલને ગઈ 15મી મેનાં ખાન સાહેબના ભાટા ધાસ્તીપુરા પાલીયા ગ્રાઉડ વરીયાળી બજાર સુરત ખાતેથી (1) બીયરના ટીન નંગ-630 કિંમત-63000 તથા (2) ઇંગ્લીશ દારૂની કાચની નાની મોટી બોટલ નંગ 567, કિંમત- 59650 અને મોબાઇલ ફોન નંગ-1 કિંમત પાંચ હજાર ઉપરાંત રોકડા 5640 સાથે કુલ્લે 1,33.290 ની માલ-મત્તાના ઝડપી પાડ્યો હતો.
વિગતો મુજબ બૂલેગર તુષાર પટેલ સામે ગુનો દાખલ થયા બાદ રથયાત્રાના અનુસંધાનમાં પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચના લાલગેટ પીઆઈ ચૌધરીએ કરતા અ.હે.કો ગુમાનસિંહ માનસિંહે દરખાસ્ત તૈયાર કરી હતી. પોલીસ કમિશનર સમક્ષ દરખાસ્ત મોકલતા દરખાસ્ત અનુસંધાને તુષારની વિરુદ્વ વિરૂધ્ધ પાસાનો હુકમ કરતા હુકમના આધારે તેને પકડી પાડી પાસા હુકમની બજબવણી કરીને યોગ્ય જાપ્તા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકાયતી હેઠળ મોકલી આપવામાં આવ્યો છે. આ કામગીરી પીઆઈ એન.એમ.ચૌધરીની સૂચનાથી પોસઇ એસ.એ.અસારી, અ.હે.કો.ગુમાનસિંહ માનસિંહ, અ.હે.કો રવિકાન્તભાઇ નાનજીભાઇ, અ.હે.કો.અનકભાઇ દેવાયતભાઇ અને અ.પો.કો ધીરૂભાઇ અભેસંગભાઇ દ્વારા કરવામાં આવી હતી.



COMMENTS