સુરત: લાલગેટ પીઆઈ ચૌધરી અને તેમની ટીમની મોટી સફળતા, 140 ગ્રામ ગોલ્ડ લઈ ભાગી ગયેલા આરોપીને પશ્ચિમ બંગાળથી કર્યો ઝબ્બે

HomeGujarat

સુરત: લાલગેટ પીઆઈ ચૌધરી અને તેમની ટીમની મોટી સફળતા, 140 ગ્રામ ગોલ્ડ લઈ ભાગી ગયેલા આરોપીને પશ્ચિમ બંગાળથી કર્યો ઝબ્બે

સુરતમાં રહીને સોનાનાં દાગીના રિપેર કરવાનું કામ કરતો શખ્સ ગ્રાહકોનું સોનુ લઈને ભાગીગયો હતો. આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા લાલગેટ પીઆઈ એનએ

સુરત: બિઝનેસ પાર્ટનરના દબાણથી કંટાળીને 7 લોકોએ કરી હતી આત્મહત્યા, હવે એકની ધરપકડ
બિઝનેસ માટે ગોવા બોલાવીને ગુજરાતના વેપારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગુજરાતની બે યુવતી-એક યુવકની ધરપકડ
રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ

સુરતમાં રહીને સોનાનાં દાગીના રિપેર કરવાનું કામ કરતો શખ્સ ગ્રાહકોનું સોનુ લઈને ભાગીગયો હતો. આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા લાલગેટ પીઆઈ એનએમ ચૌધરી અને તેમની ટીમે છેક પશ્ચિમ બંગાળથી આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.

વિગતો મુજબ પોલીસ કમિશનર, ખાસ સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર(ઝોન-3), મદદનીશ પોલીસ કમિશનર(ઇ-ડિવિઝન) દ્વારા સુરત શહેરમાં વણ શોધાયેલા ગુનાઓના આરોપીને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ચૌધરી દ્વારા અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે તપાસ શરુ કરવામાં આવી હતી.

પીઆઈ ચૌધરી અને તેમની ટીમે મુળ પશ્ચિમ બંગાળના તેલીકુપા ગામ પોસ્ટ-ભોઈચી થાના પાંડુવા જિ-હુગલીના અને સુરતમાં ફ્લેટ નં-401, ચોથા માળે સમી પેલેસ, રામપુરા ખાતે રહેતા અને સોનાના દાગીનું રિપરીંગ કામ કરતા 43 વર્ષીય નજરુલ અબ્દુલ સમદ શેખને હુગલીથી પકડી પાડ્યો હતો.

વિગતો મુજબ નજરુલ શેખને ગ્રાહકોએ 140 ગ્રામ સોનુ મંગળસુત્ર તથા રીંગો ડીઝાઇન બનાવવા માટે આપેલા ત્યારે તેણે 15 થી 20 દિવસમાં દાગીના બનાવીને તૈયાર કરીને પરત આપી દઇશ તેવો વિશ્વાસ આપેલો હતો ત્યારબાદ 15 થી 20 દિવસ બાદ તપાસ કરતા નજરુલ શેખ સોનું લઇને પશ્ચિમ બંગાળ ખાતે નાસી ગયો હતો.

આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ચૌધરીએ તાત્કાલીક ટીમ બનાવી પશ્ચિમ બંગાળ ખાતે તપાસમાં જવાની મંજુરી મેળવી ટીમને રવાના કરી નજરુલને પકડી પાડવામાં આવ્યો હતો. નજરુલ પાસેથી 140 ગ્રામ સોનામાંથી 63 ગ્રામ એટલે કે.3,55,000ની કિંમતનું સોનુ રીકવર કર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી મોબાઇલ જેની કિંમત 12 હજાર રુપિયાની કિમતનો મોબાઈલ ફોન સહિત 3,67000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

આ કામગીરી પીઆઈ એન.એમ.ચૌધરી, પોસઇ એ.એ.સૈયદ, એ.એસ.આઇ અલાઉદ્દીન યુસુફમીયા, અ.હે.કો સુરેશભાઇ ભુરાભાઇ, અ.હે.કો. દિલુભા નશુભા અને અ.પો.કો નિતિનભાઇ રામાભાઇએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0