hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbetbetcio

રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ

HomeGujarat

રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ

રાજકોટથી એટીએસની સફળ ઓપેશન દરમિયાન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે, અને તે પછી સઘન પૂછપરછ સાથે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ

ગાઝામાંથી હમાસને ખતમ કરવું શક્ય નથી, ત્રણ મહિના પૂરા થયા પછી ઇઝરાયલે ટાર્ગેટ બદલ્યા!
રાહુલ ગાંધીએ તમિલનાડુમાં ચોકલેટ બનાવીઃફેક્ટરીમાં પહોંચ્યા પછી શીખી પ્રોસેસ
સરકાર રેલવે સ્ટેશનોની કરવા જઈ રહી છે કાયાકલ્પ, અહીં જૂઓ ગુજરાતનાં 87 સ્ટેશનોનું સંપૂર્ણ લિસ્ટ

રાજકોટથી એટીએસની સફળ ઓપેશન દરમિયાન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે, અને તે પછી સઘન પૂછપરછ સાથે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી ટ્રાન્સજેક્શન કર્યું હોવાની જાણકારી પણ એટીએસને મળી હોવાથી ઊંડી તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યુલ એક્ટિવ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોની બજારની અંદર ત્રણ વ્યક્તિઓ આતંકી સંગઠન અલ કાયદાને મદદ કરવા માટે સક્રિય થયા હતાં. આ અંગેની બાતમી ગુજરાત એટીએસને મળી હતી.

ગત્ મોડી રાત્રે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસએ ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલ કાયદા માટે ફંડીંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટીવ થયા હતા. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે.

ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના ૩ શખ્સની અટકાયત કરી છે. આ ત્રણેય શખ્સ છેલ્લા ૬ થી ૯ મહિનાથી રાજકોટમાં રહેતા હતાં. આ શખ્સો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતાં. ત્રણેય શખ્સ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતાં. ૩ શખ્સ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તેઓ કારીગર તરીકે સોનીબજારમાં કામ કરતા હતાં અને સાથીદાર કારીગરો સહિત લોકોને ભારત વિરૃદ્ધ ભડકાવતા હોવાનું બહાર આવ્યું છે.

આરોપીઓ પાસે હથિયાર પણ હોવાની વિગતો સામે આવી રહી છે. આ અંગે ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યુલ માટે મદદ કરતા હતાં. જે ઘણાં સમયથી વોચમાં ગોઠવાયા પછી એટીએસને બાતમી મળી અને સોની બજારમાંથી ત્રણ શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ અલ કાયદા માટે કામ કરતા હતાં તેવું ખૂલ્યું છે. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

ગુજરાતમાં ઘણાં સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત એટીએસએ તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતાં અથવા કોઈને મદદ કરી રહ્યા હતાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0