ઉત્તર ભારતમાં મેઘતાંડવ,હિમાચલ પ્રદેશમાં તબાહી, ભૂસ્ખલનથી 91 ના મોત, હજારો યાત્રિકો ફસાયા

HomeCountryNews

ઉત્તર ભારતમાં મેઘતાંડવ,હિમાચલ પ્રદેશમાં તબાહી, ભૂસ્ખલનથી 91 ના મોત, હજારો યાત્રિકો ફસાયા

ઉત્તરાખંડને ગઈકાલે મોનસુન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ધમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ

ગુજરાત હાઇકોર્ટે કહ્યું ’ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે’
બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 4 ના મોતઃ 100 થી વધુ ઘાયલ
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું, ‘ભારત એક હિંદુ રાષ્ટ્ર છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે’

ઉત્તરાખંડને ગઈકાલે મોનસુન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ધમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશથી ગંગોત્રી જનારા ત્રણ તીર્થયાત્રીઓ સહિત કુલ ૮ લોકો મૃત્યુ થયા હતા, જો કે વરસાદે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને થોડીક રાહત આપી હતી, જો કે મૃતાંક સતત વધી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, મંગળવારે વરસાદ સંબંધિત દુર્ઘટનાઓ, ભૂસ્ખલન અને પૂરને લીધે વધુ ર૧ લોકોના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા હતાં. તેની સાથે ૮ જુલાઈ પછીથી આ વિસ્તારોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૯૧ ને વટાવી ગઈ હતી.

પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને લીધે અનેક પર્યટકોના જીવ જોખમમાં મૂકાયા હતાં. હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિ જિલ્લામાં આવેલા ચંદ્રતાલ સરોવરમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લીધે ૩૦૦ જેટલા પર્યટકો ફસાયા હતાં. ગત્ ૩ દિવસમાં આ રાજ્યમાં ૩૧ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

રાહત-બચાવની ટૂકડીઓના સૂત્રો જણાવે છે કે, ૧૪,૧૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા ચંદ્રતાલમાં ૩૦૦ પર્યટકો કેમ્પમાં ફસાયેલા હતાં. ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે તેઓ પાછા ફરી શક્યા નહીં, તેથી તંત્રએ વાયુસના પાસે હેલિકોપટરની મદદ માંગી હતી.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જુમ્માગાડ નદીમાં આવેલા પૂરને લીધે પુલ વહી ગયો હતો. જેના લીધે ભારત-તિબેટની સરહદે આવેલા ગામના લોકો સંપર્કવિહોણા થઈ ગયા હતાં. ઉત્તરપ્રદેશમાં મંગળવારે ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ગઈકાલે વધુ ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતાં. અધિકારીઓએ કહ્યું કે, ગૌતમબુદ્ધ નગર, સીતાપુર અને મેનપુરી જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હરિયાણા અને પંજાબમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને લીધે કરોડો રૃપિયાની સંપત્તિને નુક્સાન થયું છે. ૧૧ લોકો અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે. મંગળવારે જ પંજાબમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતાં.

ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં આજે સાતપુલી દૂધરખલ રોડ ઉપર ૧૦૦ મીટરનો આખો રસ્તો ધોવાઈ ગયો હતો અને જબરદસ્ત લેન્ડસ્લાઈડના કારણે તબાહી મચી હતી.

હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા અનરાધાર વરસતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને પગલે નદીઓ અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૯૩ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઈડર ૬ ઈંચ, તલોદ અને મોડાસા પ.પ ઈંચ, લુણાવાડા, વીરપુર (મહીસાગર), અને સંતરામપુર પ ઈંચ નોંધનિય વરસાદ નોંધાયેલ છે. ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ઈડરમાં ૧૪૬ મી.મી., તલોદ ૧૩૯ મી.મી., મોડાસા ૧૩પ મી.મી., લુણાવાડા ૧ર૯ મી.મી., વીરપુર ૧ર૭ મી.મી., સંતરામપુર ૧રર મી.મી., ધનસુરા ૧૧૬ મી.મી., દાંતા ૧૦૪ મી.મી., વિસનગર ૧૦ર મી.મી., ડોલવણ ૧૦૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વિજાપુર અને પ્રાંતિજ ૯૯ મી.મી., ખેરાલુ ૯૮ મી.મી., વઘઈ ૯૦ મી.મી., ઉમરપાડા અને હિંમતગનર ૮૭ મી.મી., માલપુર ૮ર મી.મી., વાંસદા ૭૬ મી.મી., ખેરગામ ૭૪ મી.મી., સખેડા ૭૦ મી.મી., ગણદેવી ૬૮ મી.મી., ઉંઝા ૬૬ મી.મી., શહેરા ૬પ મી.મી., જાંબુડા ૬૧ મી.મી., આહવા અને કડાણા ૬૦ મી.મી., મેઘરજ પ૭ મી.મી., નવસારી, સંજેલી અને વિજયનગર પપ મી.મી., મહુવા પ૩ મી.મી., છોટા ઉદેપુર પર મી.મી., વડનગર પર મી.મી. માણસા પર મી.મી., ખાનપુર અને કવાંટ પ૧ મી.મી., નડિયાદ અને જેતપુરપાવી પ૦ મી.મી., વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજ્યના ૧૪૭ તાલુકાઓમાં ઝરમરથી ૪૯ મી.મી. સુધીનો વરસાદ નોંધાયેલ છે. આજે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

રવિવાર સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડઃ આગાહી

આજે ભરૃચ, સુરત, નવસારી અને વલસાડના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ગુરુવારે ૧૩ જુલાઈના દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સમોનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ૧૪ મી જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તા. ૧પ અને ૧૬ એટલે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં તબાહી

આમ તો ચોમાસાએ આખા ઉત્તર ભારત પર જાણે કબજો જમાવી લીધો છે. જો કે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો વરસાદ કરે બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ લોકોના મૃત્યુ વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી ઘટનાઓની લપેટમાં આવવાને કારણે થયા છે. તેમાં માર્ગ અકસ્માતને કારણે થયેલ મૃત્યુ પણ સામેલ છે.

માહિતી અનુસાર ૪૭૦ જેટલા પાલતું પશુઓ મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે ૧૦૦ થી વધુ મકાનોના નામો નિશાન પણ મળી રહ્યા નથી. ૩પ૦ જેટલા મકાનોને નુકસાન થયું છે. જો કે ૧૦ લોકોનો કોઈ અતોપતો નથી. ૯૦૦ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે જેમને બચાવવા માટે અભિયાન હાથ ધરાયું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0