પૂર્વ વડાપ્રધાનના પૌત્રનું સંસદ સભ્યપદ રદ્દ, હાઈકોર્ટે છ વર્ષ માટે ચૂંટણી લડવા ઠેરવ્યા છે અયોગ્ય

HomeCountryPolitics

પૂર્વ વડાપ્રધાનના પૌત્રનું સંસદ સભ્યપદ રદ્દ, હાઈકોર્ટે છ વર્ષ માટે ચૂંટણી લડવા ઠેરવ્યા છે અયોગ્ય

કર્ણાટકના જનતા દળ સેક્યુલરના એકમાત્ર લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાએ તેમનું સભ્યપદ ગુમાવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે એક અરજી પર સુનાવણી કરતા સા

ઓપરેશન અજય: ઈઝરાયેલથી ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ સુરક્ષિત રીતે દિલ્હી પરત આવી, 235 લોકો ઘરે પરત ફર્યા
રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો, કાર્યકરે કવિતા મારફત ઠાલવ્યો અસંતોષ
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા

કર્ણાટકના જનતા દળ સેક્યુલરના એકમાત્ર લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાએ તેમનું સભ્યપદ ગુમાવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે એક અરજી પર સુનાવણી કરતા સાંસદ રેવન્નાને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા.

સાંસદ પ્રજ્વલ રેવન્નાએ 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ખોટી માહિતી આપી હતી. આ અંગે ભાજપના પરાજિત ઉમેદવાર એ મંજુ અને મતદાર જી દેવરાજે ગૌડા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર જ કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે.

લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને જનતા દળ સેક્યુલર એટલે કે જેડીએસ ચીફના પૌત્ર છે. તેઓ કર્ણાટકની હાસન લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. રેવન્ના તેમની પાર્ટીના એકમાત્ર સાંસદ હતા. રેવન્નાના પિતા એચડી રેવન્ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી છે. ભાઈ સૂરજ રેવન્ના વિધાન પરિષદના સભ્ય છે.

આ કેસ હતો
સાંસદ રેવન્નાએ પોતાના સોગંદનામામાં 24 કરોડ રૂપિયાથી વધુની આવક છુપાવી હતી. અરજદાર મંજુ તરફથી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ શિવાનંદે કહ્યું કે હાઈકોર્ટે રેવન્નાને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યું છે. આ સાથે ચૂંટણી પંચને રેવન્નાના પિતા એચડી રેવન્ના અને ભાઈ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. રેવન્ના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0