Alert News: બુઠ્ઠી તલવાર તો દુશ્મનને ડરાવવામાં પણ કામ નથી આવતી! “પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનાં ટ્વિટથી કોંગ્રેસમાં ભૂકંપ”

HomeGujaratPolitics

Alert News: બુઠ્ઠી તલવાર તો દુશ્મનને ડરાવવામાં પણ કામ નથી આવતી! “પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનાં ટ્વિટથી કોંગ્રેસમાં ભૂકંપ”

અમદાવાદ ગુજરાતની સત્તામાંથી વિદાય લીધા બાદ સતત એક ને એક ચહેરા પર જનતાનો દિલ જીતવાનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસને પતાવી દેવાનો આરોપ મુકતા પૂર્વ ધારાસભ

રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ
દુશ્મનોને રસ્તા પરથી અપાશે જડબાતોડ જવાબ, ગુજરાત સહિત 13 રાજ્યોનાં હાઈવે પર 35 એર સ્ટ્રીપ બનશે
UPની રાજનીતિ: કોંગ્રેસે સમાજવાદીની વાત માની લીધી, 17 સીટો પર ચૂંટણી લડશે

અમદાવાદ
ગુજરાતની સત્તામાંથી વિદાય લીધા બાદ સતત એક ને એક ચહેરા પર જનતાનો દિલ જીતવાનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસને પતાવી દેવાનો આરોપ મુકતા પૂર્વ ધારાસભ્એ વિવાદનો મધપૂડો છેડી દીધો છે. અલબત્ત તેમને સમજાવી લેવામાં આવ્યા છે.
કેન્દ્રમાં જ્યારથી ભાજપના વડપણ હેઠળ સરકારની રચના થઈ છે ત્યારબાદથી દેશભરમાં મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

ગૌ તસ્કરીના નામે તો ક્યાંક ગૌમાંસના નામે નિર્દોષ મુસલમાનોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે તો દલિતો અને આદિવાસીઓ પર અન્યાય વધી રહ્યાં છે.
બેલગામ થયેલા ચોક્કસ હિન્દુ સંગઠનો પર સરકારના છુપા આશીર્વાદ હોય તેવું સ્પષ્ટ દેખાતું હોવા છતાં વિશ્વ પટલ પર ભારતમાં લોકશાહીના મુલ્યો જીવંત હોવાનું રટણ રળનાર નરેન્દ્ર મોદીને વોલસ્ટ્રીટ જર્નલના એક પત્રકારે ખુલ્લા પાડી દીધા છે.
બીજી તરફ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલીને કોંગ્રેસે ફરીથી કાટ ખાધેલી તલવાર થકી યુદ્ધના મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે જેને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પ્રખર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

ચંડાળ ચોકડીએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી
ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ચંડાળ ચોકડી કોંગ્રેસને સફાચટ કરી ગઈ છે. કોંગ્રેસ પાસે કોઈ નવો ચહેરો નથી. જુના ઘસાયેલા પીટાયેલા ચહેરાઓ જોઈ જોઈને ગુજરાતની જતના ત્રાસી ગઈ છે. ભરતસિહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોડવાડિયા અને તુષાચ ચૌધરી સિવાય ગુજરાતમાં નવી નેતાગીરીને ઉભરવા દેવામાં આવી નથી. અહમદ પટેલે કોંગ્રેસનું સત્યાનાશ વાળ્યું છે તેવું કહેનારા વર્ગની સંખ્યા મોટી છે છતાં મૃત્યુ સુધી અહમદ પટેલ પાર્ટીમાં કી-પોસ્ટ પર ચીપકી રહ્યાં હતા. તેમના નિખટ્ટુ અને પાર્ટી વિરોધી ચેલાંઓ પણ સતત સત્તામાં રહ્યાં હતા. આવા સંજોગોમાં ગ્યાસુદ્દીન શેખે હકીકત ખુલ્લી કરવાનો દમ દેખાડ્યો છે. જોકે, નવા પ્રદેશ પ્રમુખે મામલો થાળે પાડીને ગ્યાસુદ્દીન શેખ તેમજ વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રાજી કરી લીધા છે.

ગ્યાસુદ્દીન શેખને કાર્યકારી અધ્યક્ષ બનાવવા માંગ
ગુજરાત કોંગ્રેસને જીવતી રાખવા માટે સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા ગ્યાસુદ્દીન શેખ ખુબ ઓછા માર્જીનથી હાર્યા હતા. તેમાંયે કેટલાંક મુસ્લિમ ઉમેદવારોની ભૂંડી ભૂમિકા સામે આવી હતી. ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસમાં એવો ટ્રેન્ડ છે કે નેતા હાંસિયામાં જતા રહે છે અથવા તો તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. જોકે, ગ્યાસુદ્દીન શેખ સતત સક્રીય છે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહે છે. ગુજરાતભરમાં થતી દરેક ઘટનાથી વાકેફ રહેતાં ગ્યાસુદ્દીન શેખ સતત સક્રિય રહીને જનતાનો અવાજ બનતા આવ્યા છે જેથી તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તો શુષ્ક થયેલી કોંગ્રેસમાં નવા પ્રાણના સંચાર થાય તેવું મોટાભાગના કાર્યકર્તાઓ માની રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર થશે તેમાં ગ્યાસુદ્દીન શેખ અને વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી ચોતરફથી માંગ ઉઠી રહી છે

તુષાર ચૌધરી દક્ષિણ ગુજરાત સફાચટ કરી ગયા
ભરૂચથી લઈને વાપી-ઉમરગામ સુધીના પટ્ટા પર આદિવાસી નેતા તરીકેની છાપ ધરાવતા તુષાર ચૌધરીને જિદ્દી વલણને કારણે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા, જિલ્લા સ્તર અને ધારાસભા, લોકસભામાં તો કોંગ્રેસ શુન્ય થઈ છે પરંતુ સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની જે પકડ હતી તે પણ ગુમાવી દીધી છે. એક પછી એક સંનિષ્ઠ નેતાઓ માટે દ્વાર ખુલ્લાં મુકીને ભાજપને દક્ષિણ ગુજરાતનો કિલ્લો સર કરી લીધો છે. એક સમયે જે સાગરિતો ગણાતા હતા તે લોકસભામાં ક્યાં તો રાજ્ય સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યાં છે. તુષાર ચૌધરીના જિદ્દી વલણને કારણે કેટલાંય ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યાં છે જેને કારણે કોંગ્રેસ અસ્તિત્વ ગુમાવી ચુકી છે. દક્ષિણ ગુજરાતમાં તુષાર ચૌધરીને ઓલ્ટરનેટિવ શોધવાની પણ જરૂર છે.

સુરત કોંગ્રેસ નામશેષ
મહાનગર પાલિકાની ચૂંટણીમાં શુન્ય રને આઉટ થયા બાદ સુરત કોંગ્રેસ તો જાણે નામશેષ થઈ ગઈ હોય એમ ક્યાંય પ્રજા વચ્ચે દેખાતી નથી. હસમુખ દેસાઈ જેવા શાંત સ્વભાવના પ્રમુખ આપીને કોંગ્રેસ પડ્યા પર પાટુ મારવાનું કામ કર્યું છે. અત્યારે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અને નેતાઓ પોતાની ઓખળ સંતાડીને કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ પ્રમુખના વ્હીકલથી માંડીને તેમના ઘર કે પર્સનલ કચેરી પર પણ કોંગ્રેસનો ધ્વજ દેખાતો નથી. બીજી તરફ એક જુથ પોતાની લીટી લાંબી કરવા અન્યોની લીટી ભૂંસવાનું કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સુરતમાં લડાયક આગેવાનને કમાન સોંપવાની જરૂર ઉભી થઈ છે એમ કોંગ્રેસના બબ્બર શેરો માંગ કરી રહ્યાં છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0