અમદાવાદના પીરાણા ગામ ખાતે પીર ઈમામશાહ બાવાની દરગાહ આવેલી છે, જે સદીઓથી હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. હિંદુ અને મુસ્લિમ સમુદાયોના લ
અમદાવાદના પીરાણા ગામ ખાતે પીર ઈમામશાહ બાવાની દરગાહ આવેલી છે, જે સદીઓથી હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. હિંદુ અને મુસ્લિમ સમુદાયોના લોકો બાવાના દર્શન માટે આવતા હોય છે. ત્યારે હવે પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી તેમના હિન્દુ અનુયાયીઓએ તેનું નામ બદલવાનો પ્રયાસ કર્યો છે, હિદુ અનુયાયીઓએ પીરનું નામ બદલી સ્થળનું નામ સૂફી સંત સદગુરુ હંસતેજ મહારાજ કુંવારિકાક્ષેત્ર કર્યું છે. જેની સામે મુસ્લિમ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે.
સ્થાનિક સૈયદ સમુદાયના પીર ઈમામશાહ બાવાના વંશજોએ નામ બદલવાનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેઓએ કહ્યું કે આ “આ સમાધિસ્થળનું ભગવાકરણ કરવાનો વધુ એક પ્રયાસ છે. સમાધિ સ્થળ પરિસરમાં મુસ્લિમ સમુદાયના અનુયાયીઓ અનિશ્ચિત ઉપવાસ શરૂ કરશે. ઇમામશાહ બાવા રોઝા સંસ્થાનના ત્રણ મુસ્લિમ ટ્રસ્ટીઓએ ગુરુવારે જિલ્લા કલેક્ટરને તેમના અનિશ્ચિત ઉપવાસ અંગે જાણ કરી હતી. ટ્રસ્ટીઓએ ઉપવાસ પર ઉતરેલા 25 લોકો માટે સુરક્ષાની પણ માંગ કરી છે.
ગવર્નર સહિત પ્રસાશનના વિવિધ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા ટ્રસ્ટીઓએ 16મી સદીની શરૂઆતમાં મૃત્યુ પામેલા હઝરત પીર ઈમામશાહ બાવાની દરગાહને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસ સામે વાંધો ઉઠાવ્યો હતો.
રજૂઆત કરતા તેમણે કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ 13 ઓગસ્ટે સમાધિસ્થળ પર અને તેની આસપાસ દેવતાઓના પોસ્ટરો ચોંટાડ્યા હતા અને 15 ઓગસ્ટે મંદિરની બહાર 25 ફૂટ લાંબુ હોર્ડિંગ લગાવ્યું હતું. આ હોર્ડિંગમાં ‘ઓમ શ્રી સદગુરુ હંસતેજી મહારાજ કુંવારિકા ક્ષેત્ર તીર્થધામ’ લખવામાં આવ્યું છે, જેમાં દરગાહને મંદિર તરીકે દર્શાવવામાં આવ્યું છે.
આ અંગે એક હિંદુ ટ્રસ્ટીએ કહ્યું કે, “મુસ્લિમ ટ્રસ્ટીઓ દાવો કરે છે ખોટો છે. તેમનું સાચું નામ હંસતેજ મહારાજનું નામ હતું એવો ઉલ્લેખ 4,000 વર્ષ પહેલાના શાસ્ત્રોમાં છે. ઈમામશાહ બાવાનો ઉલ્લેખ વિવિધ પુસ્તકોમાં હંસતેજ મહારાજ તરીકે કરવામાં આવ્યો છે.”
પીરાણાનું સમાધિસ્થળ સદીઓથી સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હિંદુઓ આ સ્થળ મંદિર હોવાનો દાવો કરી રહ્યા છે. સમાધિસ્થાનના પરિસરમાં જ એક અન્ય મંદિરનું નિર્માણ પણ કરવમાં આવી રહ્યું હતું. સુન્ની અવામી ફોરમ નામના મુસ્લિમ સંગઠને આ બાંધકામ વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી કે આ પૂજા સ્થાન અધિનિયમ, 1991 મુજબ આવા વિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવે.
પીર ઈમામ શાહ બાવાએ લગભગ 600 વર્ષ પહેલા સતપંથ (સાચો માર્ગ)ની સ્થાપના કરી હતી. તેમણે ધર્મોની સાર્વત્રિકતા પર સહિષ્ણુતા શીખવી હતી. 1931 સુધી સંકુલ ઇમામશાહ બાવાના સીધા વંશજો સૈયદની ખાનગી મિલકત હતી.
COMMENTS