hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

સુરતની ડાયમંડ જ્યુબિલી બેન્કમાં ગોબાચારીનાં આક્ષેપો: સ્ટેટ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા તપાસનો ધમધમાટ, ડોક્યુમેન્ટ્સ કબ્જે લેવાયા

HomeGujarat

સુરતની ડાયમંડ જ્યુબિલી બેન્કમાં ગોબાચારીનાં આક્ષેપો: સ્ટેટ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા તપાસનો ધમધમાટ, ડોક્યુમેન્ટ્સ કબ્જે લેવાયા

સુરતની ડાયમંડ જ્યુબિલી બેન્ક ફડચામાં ગયા બાદ જાગૃત સભાસદો દ્વારા સ્ટેટ રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવ્યા બાદ સહકારી બેન્કો પર નિગરાની રાખતું તંત્ર હર

આદિવાસી યુવક પર પેશાબ કરનાર વ્યક્તિ નીકળ્યો ભાજપનો નેતા, નેતા હતો દારુનાં નશામાં ચકચૂર
ઝારખંડ: ચર્ચાસ્પદ તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં કોર્ટનો ચુકાદો, તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા
મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી: WFI ના પૂર્વ વડા, ભાજપ સાંસદ બ્રિજભૂષણને દિલ્હી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા

સુરતની ડાયમંડ જ્યુબિલી બેન્ક ફડચામાં ગયા બાદ જાગૃત સભાસદો દ્વારા સ્ટેટ રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવ્યા બાદ સહકારી બેન્કો પર નિગરાની રાખતું તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેટ રજિસ્ટ્રારની  ટીમે બેન્ક પર પહોંચી જઈ ડોક્યુમેન્ટ્સ અંગે ખાંખાખોળા કર્યા હતા અને કેટલાક ડોક્યુમેન્ટ્સ કબ્જે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડાયમંડ જ્યુબિલી બેન્ક ફડચામાં ગયા બાદ કથિત કૌભાંડને લઈ તપાસની સતત માંગ કરવામાં આવી રહી છે. સભાસદો દ્વારા લેખિતમાં ફરિયાદ આપીને 55 કરોડની ફિક્સ ડિપોઝીટનો મામલો ખાસ્સો ગરમાયો છે. સભાસદો દ્વારા કૌભાંડ અંગે શંકાની સોય પણ તાકવામાં આવી રહી છે. 55 કરોડ રુપિયાની ફિક્સ ડિપોઝીટ 11 વર્ષ બાદ પણ બમણી નહીં થવાના કારણે બેન્કને બંધ કરવાની નોબત આવી.

સભાસદો દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ડાયમંડ જ્યુબિલી બેન્કની ફિક્સ ડિપોઝીટના રુપિયા સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કમાં જમા કરાવવામાં આવ્યા હતા. શેરહોલ્ડરોએ 21 વર્ષથી બંધ બેન્ક ફડચા અધિકારીની ભૂમિકા સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી છે.

શેર હોલ્ડરોએ બેન્કના પદાધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ સામે પણ તપાસની માંગ કરી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કરોડો રુપિયાની ગોબાચારી આચરવામાં આવી છે. શેર હોલ્ડરોની ફરિયાદના પગલે રાજ્યની રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસનો આરંભ કરવામાં આવ્યો છે. બેન્કના મેનેજર હર્ષિત ભટ્ટે કન્ફર્મ કર્યું છે કે રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ બેન્કમાંથી ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા છે અને પોતાના કબ્જામાં લીધા છે.

સૂત્રો મુજબ હવે પછી બેન્કનાં પદાધિકારીઓ અને કર્મચારીઓની આ અંગે પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.  

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0