કચ્છથી શરુ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, મેઘાલયમાં થશે સમાપ્ત

HomeCountryPolitics

કચ્છથી શરુ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, મેઘાલયમાં થશે સમાપ્ત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંસદમાં પરત ફર્યા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાહુલ ટૂંક સમયમાં જ તેમની બીજી ભારત જોડો ટૂર પર નીકળશે. આ યાત્રા ગ

2011 અને 2021 વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 70 ટકાનો વધારો થયો: NCRB
19 ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક ખતમ થશે,ઓવરસિઝ સિટીઝનશીપ કાર્ડ રદ્દ થશે
એશિયા કપ 2023 ફાઇનલ: ભારત આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું, શ્રીલંકાને ફાઇનલમાં 10 વિકેટથી કચડી નાખ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંસદમાં પરત ફર્યા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાહુલ ટૂંક સમયમાં જ તેમની બીજી ભારત જોડો ટૂર પર નીકળશે. આ યાત્રા ગુજરાતના કચ્છથી શરૂ થશે અને મેઘાલયમાં સમાપ્ત થશે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ભારત જોડો યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો. હવે બીજી ભારત જોડો યાત્રા કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. પટોલેએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢશે. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ આવી જ યાત્રા કાઢશે.

રાહુલ ગાંધી 136 દિવસ ચાલ્યા હતા

રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલે પગપાળા 4000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તેને 136 દિવસ લાગ્યા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાંથી પસાર થયા હતા. રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તરની હતી. હવે બીજી યાત્રા પશ્ચિમથી પૂર્વની હશે. આગળનો પ્રવાસ ક્યારે શરૂ થશે? તેની જાહેરાત કરવામાં આવી નથી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0