જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે સુનાવણી પૂર્ણ

HomeCountry

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે સુનાવણી પૂર્ણ

કલમ 370ને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રીમે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં સતત 16 દિવસ સુધી અરજીઓ પર સુનાવણી

‘ભારત મુસ્લિમો માટે સ્વર્ગ છે’, પીએમ મોદીએ કોના સવાલના જવાબમાં આવું કહ્યું
અતીક-અશરફ હત્યા કેસમાં પોલીસને ક્લિનચીટ, તપાસ પંચે કહ્યું,”કોઈ બેદરકારી થઈ નથી”
“તમારી દાઢી ટૂંકી કરો, જલ્દી લગ્ન કરો, અમે જાનમાં આવીશું…”: રાહુલ ગાંધીને લાલુની સલાહ

કલમ 370ને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રીમે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં સતત 16 દિવસ સુધી અરજીઓ પર સુનાવણી ચાલી હતી. અરજીકર્તાઓની માગ છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવામાં આવે અને તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પુન:પ્રસ્થાપિત કરવામાં આવે.

ચીફ જસ્ટિસની આગેવાનીમાં બનેલી પાંચ ન્યાયાધીશોની બેન્ચે કલમ 370ના મુદ્દા વિશેની અરજીઓને સાંભળી, આ બેન્ચમાં સીજેઆઇ ડીવાઇ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એસકે કૌલ, ન્યાયમૂર્તિ બીઆર ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

કલમ 370ને લાગુ કરવાના પક્ષમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દુબેએ પોતાના વિચારો રજૂ કર્યાં જ્યારે સરકારના પક્ષમાં એટર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસીટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી. ગિરીએ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો અને કલમ 370 રદ કરવાના નિર્ણયને વાજબી ઠેરવ્યો.

16 દિવસ ચાલેલી સુનાવણીમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઇ. એ વાત પર ચર્ચા થઇ કે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય બંધારણ મુજબ યોગ્ય છે કે નહિ, ઉપરાંત કલમ હટાવવાના સમયે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. આથી રાષ્ટ્રપતિ શાસન શું સરકાર જમ્મુ-કાશ્મીરને વિભાજિત કરી શકતી હતી? તેવો સવાલ સુપ્રીમે સરકારને કર્યો હતો. કલમ 370ને ફરી લાગુ કરવાની અરજી કરનાર લોકોમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ મોહમ્મદ અકબર લોન પણ સામેલ છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીરે તેમના પર આરોપ લગાવ્યો છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં તેમણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

બંધારણની કલમ 370 એ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી, જેને સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ નાબૂદ કરી દીધી હતી. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. બંનેને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે હવે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્ય બનાવાશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0