વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિ
વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમની જાહેરાત કરી હતી.
ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે. જ્યારે તિલક અને સેમસનને સ્થાન મળ્યું નથી.
ભારતીય સમય અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બપોરે ૧-૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ શ્રીલંકામાં છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મીડિયા સામે કરવામાં આવી છે.
બીસીસીઆઈ આજે જે ટીમ પસંદ કરશે તેને આઈસીસીની મંજુરી વગર ર૮ સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પછી ટીમમાં કોઈપણ ફેરફાર માટે બોર્ડને આઈસીસીની મંજુરીની જરૃર પડશે. ભારતમાં રમાનાર વર્લ્ડકપની પ્રથમ મેચ પ ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૯ નવેમ્બરે રમાશે.
વન-ડે વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ૪૬ દિવસ માટે યોજાશે, જેમા ૪૮ મેચો રમાશે. પ્રથમ મેચ પ ઓક્ટોબરે ગયા વર્લ્ડકપની વિજેતા અને ઉપવિજેતા ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. ૧ર મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની ૪પ મેચો રમાશે. ૧પ અને ૧૬ નવેમ્બરે ર સેમીફાઈનલ રમાશે અને ફાઈનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ભારત વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૃઆત ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં કરશે.
COMMENTS