સંસદના વિશેષ સત્રમાં 24 રાજકીય પક્ષો લેશે ભાગઃ સોનિયા ગાંધીએ પૂછ્યો એજન્ડા

HomeCountryPolitics

સંસદના વિશેષ સત્રમાં 24 રાજકીય પક્ષો લેશે ભાગઃ સોનિયા ગાંધીએ પૂછ્યો એજન્ડા

સરકારે બંધારણીય જોગવાઈઓ મુજબ તા. ૧૮ થી રર સપ્ટેમ્બર સુધી બોલાવેલ સંસદના વિશેષ સત્રમાં વિપક્ષના ર૪ પક્ષો જોડાશે, જેના તરફથી કોંગ્રેસના નેતા સોનિયા ગાં

ચંદ્રયાન-3 રોવરે ચંદ્રની સપાટી પર સલ્ફર અને ઓક્સિજન શોધી કાઢ્યું, હાઇડ્રોજનની શોધ ચાલુ : ઈસરો
પાર્ટીમાં પરત ફરવાની હજુ તક, નહિંતર ત્રણ મહિનામાં આખો ખેલ બદલી નાખીશ”: શરદ પવારની અજીત જૂથને ચેતવણી
મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો

સરકારે બંધારણીય જોગવાઈઓ મુજબ તા. ૧૮ થી રર સપ્ટેમ્બર સુધી બોલાવેલ સંસદના વિશેષ સત્રમાં વિપક્ષના ર૪ પક્ષો જોડાશે, જેના તરફથી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ સરકારને પત્ર લખીને આ વિશેષ સત્રનો એજન્ડા પૂછ્યો છે.

કેન્દ્ર સરકારે ૧૮ થી રર સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તમામ ર૪ રાજકીય પક્ષોએ સંસદના આ વિશેષ સત્રમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આ ર૪ પક્ષો વતી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પીએમ મોદીને પત્ર લખીને સોનિયા ગાંધીએ તેમને વિશેષ સત્રના એજન્ડા વિશે પૂછ્યું છે. કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર ૧૮ થી રર સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે, આમાં પ બેઠકો થશે. આ ૧૭ મી લોકસભાનું ૧૩ મું સત્ર અને રાજ્યસભાનું ર૬૧ મું સત્ર હશે. અમૃત કાલ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં અર્થપૂર્ણ ચર્ચા થાય તેવી અપેક્ષા છે.

હકીકતે બંધારણના અનુચ્છેદ ૮પ મા સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કરવામાં આવે છે. જેના દ્વારા સાંસદો (સંસદના સભ્યો) ને સત્રમાં બોલાવવામાં આવે છે.

અગાઉ સંસદનું ચોમાસું ર૦ મી જુલાઈથી ૧૧ મી ઓગસ્ટ સુધી ચાલતું હતું. મણિપુર હિંસા અંગ સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમ મોદીના નિવેદન પર ચર્ચા કરવા પર અડગ હતો, જ્યારે સરકાર ગૃહપ્રધાન અમિત શાહના જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કરી રહી હતી. આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.

આ પછી કોંગ્રેસ મણિપુર મુદ્દે લોકસભામાં મોદી સરકાર વિરૃદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ સાથે વિપક્ષનો પ્રસ્તાવ પણ પડી ગયો. હકીકતમાં મણિપુરમાં ૩ મે થી હિંસા ફેલાઈ હતી. ત્યાંની હિંસામાં ૧૬૦ લોકોના મોત થયા છે. હિંસાની આગમાં ૧૦ હજાર ઘરો નાશ પામ્યા હતાં. પ૦ હજારથી વધુ લોકો રાહત શિબિરમાં રહેવા મજબૂર થયા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0