ભારત સરકારે નૌકાદળને અદ્યતન જનરેશન ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા માટે રાફેલ એરક્રાફ્ટના નવલ વર્ઝનની પસંદગી કરી છે. રાફેલના નિર્માતા અને ફ્રાન્સમાં એરક્
ભારત સરકારે નૌકાદળને અદ્યતન જનરેશન ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા માટે રાફેલ એરક્રાફ્ટના નવલ વર્ઝનની પસંદગી કરી છે. રાફેલના નિર્માતા અને ફ્રાન્સમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અગ્રણી દસોલ્ટ એવિએશને શનિવારે આ માહિતી આપી.
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ (નૌકા) વિમાન ખરીદવાની મંજૂરી આપી છે.
શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણા બાદ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં રાફેલ જેટની ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી.
દસોલ્ટ એવિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ભારતીય નૌકાદળને તેના લેટેસ્ટ જનરેશનનાં ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવી રાફેલની પસંદગીની જાહેરાત કરી છે
દસોલ્ટ એવિએશને કહ્યું કે ભારતીય નૌકાદળના 26 રાફેલ પહેલેથી જ સેવામાં રહેલા 36 રાફેલના કાફલામાં જોડાશે. આ વેરિઅન્ટના સમાવેશ સાથે ભારત તેની હવાઈ અને દરિયાઈ ક્ષમતા વધારવા અને તેની સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે એરક્રાફ્ટના બંને વર્ઝનનું સંચાલન કરીને ફ્રેન્ચ વર્ઝનનો સૈન્ય વિકલ્પ અપનાવનાર પ્રથમ દેશ બનશે.
ભારત સ્વ-નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવા માટે રાફેલ એરક્રાફ્ટની ખરીદી કરી રહ્યું છે.
દસોલ્ટ એવિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે,અમે ભારતીય દળો સાથેની અમારી ભાગીદારીની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું દસોલ્ટ એવિએશન વતી આ નવેસરના વિશ્વાસ અને સંકલ્પ માટે ભારતીય સત્તાવાળાઓનો આભાર માનું છું. અમે રાફેલને લઈને ભારતીય નૌકાદળની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું.
COMMENTS