સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન દ્વારા ઘાતક હુમલોઃ 100 થી વધુના મોત: દોઢસોથી વધુને ઈજા

HomeInternationalWorld

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન દ્વારા ઘાતક હુમલોઃ 100 થી વધુના મોત: દોઢસોથી વધુને ઈજા

 સીરિયાની એક સૈન્ય એકેડમીમાં ગ્રેજ્યએશન પરેડ દરમિયાન ડ્રોન દ્વારા વ્યપક હુમલો કરાતા ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સવાસો જેટલા લોકો ઘાય

અહમદિયા મુસ્લિમોને ‘કાફિર’ ન કહી શકાય, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને આપ્યો કડક સંદેશ
અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, પ્રેમમાં બનેલો શારીરિક સંબંધ બળાત્કાર નથી
ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય અંગે વડાપ્રધાનનું નિવેદનઃ પક્ષના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ

 સીરિયાની એક સૈન્ય એકેડમીમાં ગ્રેજ્યએશન પરેડ દરમિયાન ડ્રોન દ્વારા વ્યપક હુમલો કરાતા ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સવાસો જેટલા લોકો ઘાયલ થયા છે. આ આંકડા હજુ વધી શકે છે. આ હુમલામાં ત્યાંના સંરક્ષણ મંત્રીનો આબાદ બચાવ થયો છે.

સીરિયમાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલો અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો, જ્યારે આ હુમલો થયો ત્યારે અહીં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી. ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં ૧૦૦ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે.

આ ડ્રોન હુમલામાં ડઝનેક લોકો ઘવાયા પણ હતાં. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર સીરિયાના સંરક્ષણ મંત્રીના ગ્રેજ્યુએશન સેરેમનીથી રવાના થયાની અમુક જ મિનિટો પછી હથિયારધારી ડ્રોને આ જગ્યાએ બોમ્બમારો કરી દીધો હતો. નિવેદનમાં કોઈ સંગઠનનો ઉલ્લેખ નથી કરાયો અને કોઈપણ સમૂહે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

આ ડ્રોન હુમલામાં ૧રપ જેટલા લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાંથી ૪ સામાન્ય નાગરિક હોવાનું કહેવાય છે. આ આંકડો હજુ વધી શકે છે.

રક્ષામંત્રી મહમુદ અબ્બાસનો કાફલો હુમલાના થોડા સમય પહેલા જ ત્યાંથી રવાના થયા હતાં. રક્ષા મંત્રીના જતાની સાથે જ ડ્રોને બોમ્બમારો અને ગોળીબારી શરૃ કરી દીધા હતાં. લોકોને નાસવા માટે તક મળી ન હતી, કારણ કે લોકોને એ ખબર ન હતી કે બોમ્બ ક્યાંથી આવી રહ્યા છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

ડ્રોન અનેક પ્રકારના વિસ્ફોટકોથી સજ્જ હતું. હુમલામાં ઘાયલ થયેલા મોટાભાગના લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ ઘાયલોની સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવાન અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતાં.

કોઈ ચોક્કસ જુથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને દોષી ઠેરવ્યા હતાં, જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સીરિયાન સેનાના જણાવ્યા અનુસાર આ હુમલો વિરોધી જુથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન છે. એ વાત તો નોંધનીય છે કે, સીરિયા પહેલાથી જ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, તેથી આ હુમલાને ગંભીર માનવામાં આવે છે. સીરિયામાં મિલિટરી બેઝ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. સીરિયાની સરકારે કહ્યું છે કે, હુલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0