સિક્કિમમાં ફસાયેલા ૭૦૦૦ લોકોને બચાવવાની કામગીરીમાં મદદ કરવા એરફોર્સના હેલિકોપ્ટરો પહોંચ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ જવાનો સહિત ર૧ ના મૃત્યુ
સિક્કિમમાં ફસાયેલા ૭૦૦૦ લોકોને બચાવવાની કામગીરીમાં મદદ કરવા એરફોર્સના હેલિકોપ્ટરો પહોંચ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ જવાનો સહિત ર૧ ના મૃત્યુ થયા છે, જે આંકડો વધી શકે છે. ગુમ થયેલા ૧૧૮ લોકોનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી.
સિક્કિમમાં ૭૦૦૦ લોકો ફસાયા છે, જેને ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭ જવાન સહિત ર૧ ના મોત થયા છે, ૧૧૮ હજુ પણ ગુમ છે. બચાવ કાર્ય ચાલુ છે.
મુખ્યમંત્રી પી.એસ. તમાંગે ગુરુવારે કહ્યું કે, બુરદાંગ વિસ્તારમાંથી ગુમ થયેલા ર૩ સેનાના જવાનોમાંથી ૭ ના મૃતદેહ નદીના નીચેના વિસ્તારોમાંથી મળી આવ્યા છે. ગુમ થયેલા સૈનિકોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. ૧પ સૈનિકો સહિત કુલ ૧૧૮ લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને એરફોર્સના હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે.
સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણે કહ્યું કે, પૂરના કારણે ૭ હજાર લોકો હાલમાં વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે જેમાં એકલા લાચેન અને લાચુંગામાં લગભગ ૩ હજાર લોકો ફસાયેલા છે. ૭૦૦-૮૦૦ ડ્રાઈવરો પણ ત્યાં અટવાયા છે. મોટરસાયકલ પર ત્યાં ગયેલા ૩૧પ૦ લોકો પણ અટવાઈ ગયા છે. આર્મી અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા દરેકને બહાર કાઢવામાં આવશે.
પૂરની સ્થિતિને જોતા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ૧પ ઓક્ટોબર સુધી બંધ રાખવાની સૂચના આપી છે. વિભાગે અગાઉ કહ્યું હતું કે, તે ૮ ઓક્ટોબર સુધી જ બંધ રહેશે.
મોટાભાગના ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. સેંકડો ગામોનો મુખ્ય માર્ગોથી સંપર્ક કપાઈ ગયો છે. દિખ્યુ, સિંગતમ અને રંગપો શહેરો ડૂબી ગયા છે. પૂરના કારણે સિક્કિમને દેશ માટે જોડતો નેશનલ હાઈ-વે એનએચ૪-૧૦ પણ ધોવાઈ ગયો હતો. રાજ્ય સરકારે આ ઘટનાને આપત્તિ જાહેર કરી છે
COMMENTS