સંવાદદાતા દ્વારા, સુરતસ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આ
સંવાદદાતા દ્વારા, સુરત
સ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આરોપીઓ વધુ હાઈટેક હોવાની વાતોએ જોર પકડ્યું છે.દારુ ભરેલા વાહનનો પીછો કરતાં કરતાં ફુલ સ્પીડમાં આગળ વધી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના વાહનને બુટલેગરોએ ટક્કર મારી દીધી હતી જેને પગલે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સેલના પીએસઆઈ જાવેદ પઠાણનું અકાળે મોત નિપજ્યું હતું તો બે કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગુજરાતમાં બેખોફ ગુનો આચરી રહેલા તત્વો પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેલા ઠીંગણા કદના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે વિપક્ષો પસ્તાળ પાડી રહ્યાં છે. હત્યાના બનાવ બાદ હત્યારાઓ સુધી પહોંચવા માટે આઠ ટીમને કામગીરી સોંપવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. સ્ટાફના અધિકારીની હત્યા કરનારાઓ હવામાં ઓગળી ગયા કે જમીનમાં દટાઈ ગયા તે અંગે હજુ સુધી ફોડ પડ્યો નથી.આ મામલે પોલીસની કામગીરી પર પણ શંકા ઉઠી રહી છે. એક અધિકારીના હત્યારા સુધી પહોંચતા પોલીસને આટલો બધો સમય લાગી જાય એ ગુજરાત રાજ્યમાં જ શક્ય છે એમ વિપક્ષો ટોણો મારી રહ્યાં છે.
સુરતના માથાભારે બુટલેગરોની યાદી
1.મોન્ટી કાણીયો (અડાજણ)
2.રાજ મોદી (નાણાવટ, વડાચૌટા)
3.લાલા કંચન (ચલમવાડ, રેશમવાડ)
4..ભાવેશ (હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા)
5.મુન્ના મોઈન (ખલીફા મોહલ્લા)
6.અલ્પેશ જાડિયો
7.આનંદ-તુષાર (ડાંગીશેરી, દિલ્હીગેટ)
8.ફિરોઝ નાલબંધ (રાણીતલાવ)
9.પંકુ (માછીવાડ, નાનપુરા)
10.જયા મેક્સી (ખાડી રોડ, રુદરપુરા)
11.વિકી આંધળો (કોળી વાડ, બેગમપુરા)
12. બાબા પ્રાઈમસ (સગરામપુરા)
13. આરીફ બંગાળી (કાંસકીવાડ)
14. આઝાદ (નવસારી)
COMMENTS