આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સ
આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ
અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સમગ્ર કેસની તપાસ હવે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે અને હવે આ તપાસ અમદાવાદ જિલ્લા એસપીના સુપરવિઝનમાં થવાની છે. રાજ્યના પોલીસવાળા દ્વારા આ અંગે સૂચના આપવામાં આવ્યા બાદ અમદાવાદ જિલ્લા એલસીબી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે મોડીરાતે આ પ્રકારે સૂચના મળ્યા બાદ આજથી અમદાવાદ જિલ્લા એસપી દ્વારા એલસીબી પીઆઈને આ સમગ્ર મામલે તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવેની તપાસ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.
હકીકત અને ફરિયાદમાં મોટું અંતર
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર દસાડા પાસે દારૂની ગાડી પકડા જતાં એસએમસીના પીઆસઆઈ જાવેદ પઠાણનું મોત નિપજ્યું હતું. આ મામલે જુદા-જુદા ફુટેજ અને અન્ય બાબતો ચકાસવામાં આવી રહી છે. ફુટેજ, ઘટનાસ્થળની હકીકત તેમજ ફરિયાદમાં બહુ મોટું અંતર જોવા મળ્યું હોવાથી સુરેન્દ્રનગર પોલીસની નિયતમાં ખોટ હોવાનું તરી આવ્યું છે. જેને પગલે તપાસ આંચકી લેવામાં આવી હોવાનું સાધનો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસની દિશાવિહીન તપાસને જોતાં વિવાદ વધુ ન વકરે તે ઉદ્દેશથી તપાસ આંચકી લેવાઈ હોય તેવું પણ ચર્ચામાં છે.
સુપર વિઝન ડીએસપી દ્વારા કરવામાં આવશે
અમદાવાદ જિલ્લાના ડીએસપી ઓમ પ્રકાશ જાટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હવે આ તપાસ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. જેની તપાસ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી દેવામાં આવી છે. જેનું સીધું સુપર વિઝન ડીએસપી દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર મામલે હવે કોઈપણ બાબત ન છોડવામાં આવે તે પ્રમાણે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
મોટેભાગે પરપ્રાંતિયોથી છલકાતા સચીન અને પાંડેસરા વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ ધીમે-ધીમે વધી રહ્યો છે. મારા-મારી, લૂંટ-ફાટ, ધાક-ધમકી, મહિલાઓ પ્રત્યે અત્યાચાર તેમજ દારૂ-જુગારની બદીએ પોલીસની ઉંઘ બગાડી નાંખી છે. આ સિવાય બૂટલેગરો દ્વારા આડેધડ વાહનો હાંકવામાં આવતા અનેક રાહદારીઓના જીવન સાથે ચેડાં થઈ રહ્યાં છે. સુરતમાં દારૂ ઘુસાડવા માટે સચીન પોલીસ મથકનો વધુ ઉપયોગ થતો હોવાથી સચિન વિસ્તારની પોલીસને સતત એલર્ટ રહેવું પડે છે. મેઈન રોડ પર બેરિકેડ લગાડીને વાહનોની ગતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ ખડેપગે સેવા આપી રહી છે. પોલીસની ભીંસ વધતા બુટલેગરોએ વાહનોની ગતિ વધારી દીધી છે જેને પગલે મુશ્કેલી વધી રહી છે. આ બુટલેગરો પર લગામ કસવા પોલીસે વધુ હાઈટેક માર્ગ અપનાવવો પડશે. આડેધડ અને આડફેટ વાહનની ટક્કરે નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યાં છે. ગઈકાલે જ વાહન અડફેટે મહિલાનું મોત નિપજ્યું હતું. શોટકટ મની માટે આવા કેટલાં નિર્દોષોનો ભોગ લેવાશે.
સુરતના લિસ્ટેડ બુટલેગરોની યાદી
(૧) કુણાલ (પાંડેસરા)
(૨) નરેશ (સચિન)
(૩) લલ્લુ (ગોલવાડ)
(૪) અશોક પાન (ગોલવાડ)
(૫) લાલા સુમરા (વસ્તાદેવડી રોડ)
(૬) મહેશ બુચી (અમીષા હોટેલની ગલી)
(૭) સઈદ ચિકના (રાંદેર)
(૮) અશોક ડોકુ (હૈદર(મહિધર) પુરા)
(૯) ધવલ (હૈદર(મહીધર)પુરા)
(૧૦) મંજુ (પાંડેસરા)
(૧૧) સતીશ (ભેસ્તાન)
COMMENTS