સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ બની ભૂત બંગલો

HomeGujaratPolitics

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ બની ભૂત બંગલો

સિક્યુરિટીના અભાવે આખા સંકૂલનું ધનોત-પનોત વળી ગયું, ચારે તરફ ખંડેર જેવી સ્થિતિ, સ્વીમિંગપુલના પાણીમાં લીલના થર જામ્યા, એસીના ઈન્ડોર તુટેલી સ્થિતિમાં

મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા, બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા
સાયબર એટેક: ડાર્ક વેબ પર 81.5 કરોડ જેટલા ભારતીયોનો પર્સનલ ડેટા લીક
કોંગ્રેસે કન્હૈયા કુમારને સોંપી મોટી જવાબદારી, NSUIના પ્રભારી નિયુક્ત કર્યા

સિક્યુરિટીના અભાવે આખા સંકૂલનું ધનોત-પનોત વળી ગયું, ચારે તરફ ખંડેર જેવી સ્થિતિ, સ્વીમિંગપુલના પાણીમાં લીલના થર જામ્યા, એસીના ઈન્ડોર તુટેલી સ્થિતિમાં લટકતા નજરે ચઢ્યા તો બેડમિન્ટન કોર્ટની સ્થિતિ દયાજનક

સંવાદદાતા દ્વારા, સુરત. 11 – સરદાર પટેલના નામે રાજકારણ રમતાં ભાજપ શાસકો અને ભ્રષ્ટ બ્યૂરોક્રેટ્સની મિલીભગતને લીધે વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત દયનીય બની છે. રખરખાવના અભાવે આખું સંકૂલ ખંડેરની સ્થિતિમાં પહોંચી ચુક્યું હોવાથી આજે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટરે મુલાકાત લઈને પાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી હતી.સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ યક્ષ પ્રશ્ન છે.કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો પરંતુ જેમના નામનું સંકૂલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરીમા જાળવવા કોઈ પ્રયત્ન કર્યા નહી જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે. (ચારે તરફ માટીના થર અને જાળા નજરે પડે છે)સંકૂલમાં આવેલા સ્વીમિંગ પૂલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છેકે, ત્યાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું છે.

પાણીની સ્થિતિને જોતાં એવું દ્રશ્ય સામે આવે છેકે વરસાદનું પાણી ભરાયું છે. લીલથી છલકાતા સ્વિમિંગ પુલના પાણીને તાકીદે ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે એવી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માંગ કરી છે. બેડમિન્ટન કોર્ટ ઠેકાણા વિનાનું, એરકન્ડીશન્ડના ઇન્ડોર તુટેલી અવસ્થામા્ં લટકતા મળી આવ્યા છે. તો સેન્ટ્રલી એસીના ઈન્ડોરની ફ્રેમ તુટેલી નજરે ચઢી આવી છે. આખો સંકૂલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાસમાં પરિવર્તિત કરવાનું પાપ કર્યું છે જેને કોઈકાળે ચલાવી નહી લેવાય એમ દિનેશ સાવલિયાએ ઉમેર્યું હતું અને આ સંકૂલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક તેમજ ખેલવા લાયક બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

દારૂડિયા-ગંજેરી માટે ‘એક રહેંગે તો સેફ રહેંગે

સ્પોર્ટ્સ સંકૂલની આસપાસની વસ્તી તેમજ સિક્યુરિટીના અભાવે આખી બિલ્ડીંગ ભુત બંગલા સમાન બની છે. બીજી તરફ માવજતના અભાવે દરવાજા-બારી તેમજ ઈન્ટીરીયર તુટેલું ફુટેલું નજરે ચઢે છે. ગમે તે માણસો ગમે તે સમયે સંકૂલમાં પ્રવેશી જાય છે. આ સ્થિતિને જોતાં દારૂડિયા અને ગંજેરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારૂડિયાઓ અને ગંજેરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે. એટલે તાજેતરમાં વહેતું સુત્ર એક રહેંગે તો સેફ રહેંગે એમના પર બિલકૂલ બંધ બેસે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0