ન્યૂઝક્લિક વેબસાઈટની ઓફિસો પર દિલ્હી પોલીસના દરોડા પડ્યા છે, અને યુએપીએ અને ચાઈનીઝ ફંડીંગના કેસ સંદર્ભે મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પણ પોલીસ પહોંચી
ન્યૂઝક્લિક વેબસાઈટની ઓફિસો પર દિલ્હી પોલીસના દરોડા પડ્યા છે, અને યુએપીએ અને ચાઈનીઝ ફંડીંગના કેસ સંદર્ભે મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પણ પોલીસ પહોંચી હોવાનું જાણવા મળે છે.
દિલ્હી પોલીસે આજે મંગળવારે ન્યૂઝક્લિક વેબસાઈટ પર દરોડા પાડ્યા હતાં. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પોલીસે કથિત રીતે વેબસાઈટ સાથે જોડાયેલા ૩૦ થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. પોલીસ કેટલાક પત્રકારોને પોતાની સાથે લઈ ગઈ છે. આ મામલે હજુ વધુ તપાસ ચાલુ છે. આ દરમિયાન મુંબઈ પોલીસની એક ટીમ મુંબઈમાં કાર્યકર્તા તિસ્તા સેતવલાવડના ઘરે પણ પહોંચી ગઈ છે, જો કે પોલીસે ત્યાં ચાલી રહેલી કાર્યવાહી અંગે કોઈ માહિતી આપી નથી.
દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ કાર્યવાહી કરી છે. પ ઓગસ્ટના એક અંગ્રેજી અખબારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ન્યૂઝક્લિકને અમેરિકન ડાબેરી અબજોપતિ નોવેલ રોય સિંઘમ દ્વારા ફંડીંગ આપવામાં આવ્યું હતું. તેઓ ચીનના પ્રોપેગેન્ડાને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત વિશ્વભરના સંગઠનોને ફંડીંગ પૂરૃં પાડે છે. આ અહેવાલના આધારે ૧૭ ઓગસ્ટના ન્યૂઝક્લિક વિરૃદ્ધ યુએપીએની કલમ ૧પ૩(એ) (ધર્મ, જાતિના આધારે વિવિધ જુથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને ૧ર૦(બી) (ગુનાહિત ષડ્યંત્રમાં ભાગીદારી) સહિત અન્ય ઘણી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરનો નંબર રર૪/ર૦ર૩ છે.

આ દરોડા અંગે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મારે અહીં કંઈપણ સ્પષ્ટ કરવાની જરૃર નથી. જો કોઈએ ખોટું કર્યું હોય અથવા ખોટા માધ્યમથી રૃપિયા મેળવ્યા હોય તો તપાસ એજન્સીઓ નિર્ધારિત ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
અમેરિકન અખબારે તા. પ ઓગસ્ટના આ અહેવાલ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, અમેરિકન અબજોપતિ નોવેલ રોય સિંઘમે ચીનના પ્રોપેગેન્ડાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની ઘણી સંસ્થાઓને રૃપિયા આપ્યા છે. ભારતની ન્યૂઝક્લિક વેબસાઈટ આમાં સામેલ છે. ન્યૂઝક્લિકને વિદેશી ભંડોળ પૂરૃં પાડતી સંસ્થાઓમાં અમેરિકન અબજોપતિ નોવેલ રોય સિંઘમની કંપની થોટવર્કસનું નામ ટોપ પર આવે છે. બે મહિના પહેલા એક અખબારી અહેવાલમાં બહાર આવ્યું હતું કે ડાબેરી અમેરિકન અબજોપતિ નોવેલ રોય સિંઘમ ચીન સરકારના મીડિયા મશીન સાથે કામ કરે છે.


COMMENTS