hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

રાહુલ ગાંધી હવે મણીપુરથી મુંબઈ સુધીની 14 રાજ્યોને આવરી લેતી ભારત ન્યાયયાત્રા કાઢશે

HomeCountryPolitics

રાહુલ ગાંધી હવે મણીપુરથી મુંબઈ સુધીની 14 રાજ્યોને આવરી લેતી ભારત ન્યાયયાત્રા કાઢશે

રાહુલ ગાંધી 6200 કિ.મી.ની ભારત ન્યાય યાત્રા કાઢશે જે 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે જે 14 જાન્યુઆરીથી

સુરત મહાનગર પાલિકાની મિલકત વેરા વસૂલાતની ઝૂંબેશ જોરમાં, તિજોરીમાં 1223 કરોડ થયા જમા
ગાઝા હોસ્પિટલમાં વિસ્ફોટ 500 થી વધુ માર્યા ગયા; હમાસે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો
કેનેડા સાથે તણાવની વચ્ચે  ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા ફરી શરૂ કરી, 4 કેટેગરીમાં આપવામાં આવી મંજૂરી

રાહુલ ગાંધી 6200 કિ.મી.ની ભારત ન્યાય યાત્રા કાઢશે જે 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે જે 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ચાલશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પછી હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે.

આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે જેમાં તેણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો, અને ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીથી પગપાળા ચાલીને જમ્મુ-કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3,570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આ યાત્રાની સફળતા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે. જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6200 કિલોમીટરનું અંતર કાપશે. સુત્રોમાં ને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે.

ભારત ન્યાય યાત્રા ૧૪ રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે જેમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને મુંબઈ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા બસ દ્વારા થશે અને કેટલીક જગ્યાએ તે પગપાળા પણ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારત ન્યાય યાત્રાને લીલીઝંડી આપશે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે મણિપુરથી આ યાત્રા શરૂ કરવાનો હેતુ એ છે કે મણિપુર દેશનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. અમે ત્યાંના લોકોના ઘા રૂઝાવવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી. આ સામાન્ય લોકો માટે છે જેઓ પીડિત છે. જ્યારે આ યાત્રા અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે આ યાત્રાનું નામ ન્યાય યાત્રા કેમ રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય અપાવીશું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1