સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?

HomeCountry

સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?

દેશભરની અદાલતોમાં વધી રહેલા કેસોના ભારણને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે અને સડકથી સંસદ સુધી તેના પડઘા પડતા હોય છે. અદાલતો પર કેસોનું ભારણ ઘટાડીને ન્

દિલ્હીઃ યમુના ફરી ખતરાના નિશાનની પાર, લોકો રાહત છાવણીમાં, બોલ્યા, “ઘરો ડૂબી ગયા, રોજગાર ઠપ્પ”
ઈરાને મોસાદ સાથે કનેક્શનના આરોપમાં મહિલા સહિત ચાર લોકોને જાહેરમાં ફાંસી આપી
ઇઝરાયલી સેનાનો મોટો દાવો, હમાસના મુખ્ય કમાન્ડર અહેમદ સિયામને મારી નાખ્યો

દેશભરની અદાલતોમાં વધી રહેલા કેસોના ભારણને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે અને સડકથી સંસદ સુધી તેના પડઘા પડતા હોય છે. અદાલતો પર કેસોનું ભારણ ઘટાડીને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કાયદા સુધારાય છે અને લોક-અદાલતો જેવા ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી અદાલતોમાં કરાતા કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સરકારી તંત્રોની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, કેટલો દંડ કરીએ?

હકીકતે કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એક એવી અરજી દાખલ કરી હતી, જે અરજી કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવી હતી. આ અરજીની સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ બિનજરૃરી કેસો લાવીને અદાલતોનો સમય બગાડવા સામે લાલબત્તી ધરી હતી અને સરકારને સંકેતોમાં જણાવ્યું હતું કે, આવી અરજીઓ ફગાવવાની સાથે દંડ પણ વસૂલ થઈ શકે છે.

તેમણે સરકારના એએમજીને પૂછ્યું હતું કે અરજી પહેલેથી જ ફગાવી દેવાઈ હોય,તે ફરીથી દાખલ કરવાની પ્રથા અયોગ્ય છે. સરકારના આ પ્રકારના ૭૦ (સીતેર) ટકા કેસો બિનપાયેદાર અને નિરર્થિક હોય છે. અદાલતોનો સમય બગાડે છે, અને ન્યાયિક પ્રક્રિયાને વિપરીત અસર પહોંચાડે છે, તેવા મતલબના સુપ્રિમ કોર્ટના જજનું કડક વલણ જોતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે હવે પછી સરકારી તંત્રોને નિરર્થક કેસો કે અરજીઓ કરવા બદલ વધુ દંડ પણ થઈ શકે છે.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પણ તાકીદ કરી હતી કે, તેઓ અદાલતો પર કેસોનું ભારણ ઘટાડવા સંનિષ્ઠ અને વાસ્તવિક પ્રયાસો કરે. જસ્ટિસ પી.એસ. નરસિન્હા, જસ્ટિસબી.આર. ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારની ખડપીઠે કહ્યું કે મોટી સંખ્યામાં આવતા સરકારી કેસો પૈકી મોટાભાગના પાયા વિહોણા હોય છે. કોર્ટ પર ભારણ અને ખર્ચ ઘટાડવા માટે પોલિસી ઘડવાની વાતો તો થાય છે, પરંતુ સત્ય કાંઈક બીજું જ છે!

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0