પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો પર ધોંસ: ‘ટીવી પર આ સેલિબ્રિટીઓને બતાવાયા તો થશે કડક સજા’, સરકારે ચેનલોને આપી ચેતવણી

HomeInternational

પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો પર ધોંસ: ‘ટીવી પર આ સેલિબ્રિટીઓને બતાવાયા તો થશે કડક સજા’, સરકારે ચેનલોને આપી ચેતવણી

પાકિસ્તાનની મીડિયા મોનિટરિંગ સંસ્થા વૉચડોગે સેના અને અગાઉની સરકારની ટીકા કરનારા લગભગ એક ડઝન લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમણે ચેનલોને ટીવી ડિબેટ

પાકિસ્તાન ટ્રેન અકસ્માતઃ કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 22ના મોત, 100 ઘાયલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદન સિતાર, પ્રથમ મહિલાને પોચમપલ્લી સાડી, PM મોદીએ ફ્રાન્સમાં આપી અનેક સ્પેશિયલ ગિફટ
અજીત પવાર સાથે 32 ધારાસભ્યો, શરદ પવાર સાથે આવ્યા આટલા ધારાસભ્યો: કાકા-ભત્રીજા પૈકી NCP કોની?

પાકિસ્તાનની મીડિયા મોનિટરિંગ સંસ્થા વૉચડોગે સેના અને અગાઉની સરકારની ટીકા કરનારા લગભગ એક ડઝન લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમણે ચેનલોને ટીવી ડિબેટ કે કોઈપણ કાર્યક્રમમાં પત્રકારો સહિત 11 લોકોને સ્થાન ન આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે જેમને સજા કરવામાં આવી છે તેમના પર સેના અને શહેબાઝ શરીફની આગેવાનીવાળી પાછલી સરકારની ટીકા કરવાનો આરોપ છે. તેમજ કોર્ટમાંથી ગુનેગાર અથવા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

આ લોકોને ટીવી પર જોઈ શકાશે નહીં

સિંધ હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ શનિવારે એક નિર્દેશ જારી કર્યો હતો કે આવા લોકો ટેલિવિઝન પર દેખાવા જેવા ચોક્કસ અધિકારોનો આનંદ માણી શકશે નહીં. એવું કહેવામાં આવ્યું છે કે આ ગુનેગારોને PEMRA ઓર્ડિનન્સ 2002ની કલમ 27 હેઠળ ઈલેક્ટ્રોનિક મીડિયાના કવરેજ પર પ્રતિબંધ છે. ટીવી ચેનલોએ આ વ્યક્તિઓના કોઈપણ સમાચાર, અહેવાલો, નિવેદનો અથવા ટિકર પ્રસારિત કરવાથી દૂર રહેવું જોઈએ. આ સાથે ન્યૂઝ ચેનલોને નિર્દેશનું ઉલ્લંઘન કરવા પર કડક સજાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે PEMRAએ આ મામલો ફરિયાદ પરિષદને પણ મોકલી દીધો છે.

આ લોકો પર કાર્યવાહી કરવામાં આવી 

સાબીર શાકિર,મોઇદ પીરઝાદા,વઝાહત સઈદ ખાન, શાહીન શેહબાઈ,આદિલ ફારૂક રાજા,અલી નવાઝ અવાન,મુરાદ સઈદ,હમ્માદ અઝહર

ઈમરાન ખાનને સમર્થક 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાકિર, પીરઝાદા, સઈદ ખાન અને શેહબાઈ એવા પત્રકારો છે જેમને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થક હોવાનું માનવામાં આવે છે. તેમાંથી સઈદ, અવાન અને અઝહર ખાન પણ ઈમરાન સરકારનો હિસ્સો હતા. જ્યારે આદિલ ફારૂક રાજા ભૂતપૂર્વ આર્મી ચીફ છે, જેઓ હાલ બ્રિટનમાં રહે છે. ઈમરાન ખાન સાથે થયેલ વ્યવહારના કારણે તેઓ પાકિસ્તાન આર્મીના ઘોર ટીકાકાર બન્યા છે.