ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદન સિતાર, પ્રથમ મહિલાને પોચમપલ્લી સાડી, PM મોદીએ ફ્રાન્સમાં આપી અનેક સ્પેશિયલ ગિફટ

HomeCountryInternational

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદન સિતાર, પ્રથમ મહિલાને પોચમપલ્લી સાડી, PM મોદીએ ફ્રાન્સમાં આપી અનેક સ્પેશિયલ ગિફટ

ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. ગઈકાલે

Alert News: ડુમસ રોડ પર બીઆરટીએસ ડ્રાઇવરે સ્ટેશનમાંજ બસને ધડાકાભેર ઠોકી, ચારને ઇજા.
હવે ગેરકાયદે લગ્નથી જન્મેલા બાળકોને પણ મળશે આ હક, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
મુઝફ્ફરનગર કેસની આરોપી શિક્ષિકાએ કહ્યું, “મને કોઈ શર્મિંદગી નથી”

ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. ગઈકાલે, તેઓ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ બન્યા હતા. ફ્રાન્સના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ચંદનથી બનેલી સિતાર ગિફ્ટમાં આપી હતી.

મેક્રોનને ગિફટમાં આપેલી સિતારમાં મા સરસ્વતીનો ફોટો છે. મા સરસ્વતીને જ્ઞાન, સંગીત, કળા, વાણી, શાણપણ અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. આ સિતાર પર ભગવાન ગણેશની આકૃતિ પણ કંડારેલી છે.

પીએમ મોદીએ ફ્રાન્સનાં ફર્સ્ટ લેડી બ્રિગેટ મેક્રોનને ચંદનના બોક્સમાં પોચમપલ્લી સાડી ગિફ્ટમાં આપી હતી. પોચમપલ્લી સિલ્ક ઇકત સાડી ભારતની સુંદરતા, કારીગરી અને સાંસ્કૃતિક વારસાને સમાવે છે. પોચમપલ્લી તેની ડિઝાઇન અને રંગો માટે પ્રખ્યાત છે. આ સાડી તેલંગાણાની પ્રખ્યાત સાડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને ‘માર્બલ ઇનલે વર્ક ટેબલ’ ગિફટમાં આપ્યું હતું. આ માર્બલ રાજસ્થાનના મકરાણા શહેરમાં જોવા મળે છે. મકરાણા હાઈ ક્વોલિટી માર્બલ માટે પ્રખ્યાત છે.

વડા પ્રધાન મોદીએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના સ્પીકર યેલ બ્રૌન-પિવેટને હાથથી વણેલી ‘સિલ્ક કાશ્મીરી કાર્પેટ’ ગિફ્ટમાં આપી હતી. હાથથી વણાયેલા રેશમી કાર્પેટ તેમની કોમળતા અને કારીગરી માટે કાશ્મીર વિશ્વભરમાં પ્રખ્યાત છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને હાથી અંબાવરી ગિફ્ટમાં આપી હતી. આ મૂર્તિ શુદ્ધ ચંદનમાંથી બનેલી છે. આ ચંદનના હાથીના શિલ્પો ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે, જે શાણપણ, શક્તિ અને ભાગ્યશાળીનું પ્રતીક છે.

મેક્રોને પણ પીએમ મોદીને આપી ગિફ્ટ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને પણ પીએમ મોદીને ગિફ્ટના બદલામાં ગિફ્ટ આપી હતી. મેક્રોને 1916નો ફ્રેમ કરેલો ફોટો આપ્યો હતો. જેમાં પેરીસની વ્યક્તિ શીખ અધિકારીને ફૂલ ભેટ આપી રહ્યો છે. આ ઉપરાંત 11મી સદીની શારલેમને શતરંજ ખેલાડીઓની પ્રતિકૃતિ પણ આપી હતી.
મેક્રોને પીએમ મોદીને 1913 અને 1927 ની વચ્ચે માર્સેલ પ્રોસ્ટ દ્વારા પ્રકાશિત કરેલી અને 20મી સદીની શરૂઆતમાં ફ્રેન્ચ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ કૃતિઓ ગણાતી – A la recherche du temps perdu (ઈન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમ)ની શ્રેણીબદ્ધ નવલકથાઓ પણ ભેટમાં આપી
.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1