આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદનાં બદલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોજાશે, બનાસકાંઠામાં કરાયું આયોજન

HomeGujarat

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદનાં બદલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોજાશે, બનાસકાંઠામાં કરાયું આયોજન

અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ આ વર્ષે બનાસકાંઠામાં યોજાશે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024 ભારત-પાકિસ્તાન બોર્ડર એટલે

કેરળ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ડોમિનિક માર્ટીને કર્યું સરન્ડર! પોલીસ તપાસમાં લાગી, ઘાયલોની સંખ્યા 50ને પાર
PM મોદીના પ્રોગ્રામ પછી Googleની મોટી જાહેરાત, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે
વીડિયો: સુરતની સલાબતપુરા પોલીસે પતંગ પર્વને લઈ જાગૃતિ લાવવા લોકોને વિતરણ કર્યા નેક સેફ્ટી બેલ્ટ

અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ આ વર્ષે બનાસકાંઠામાં યોજાશે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024 ભારત-પાકિસ્તાન બોર્ડર એટલે કે બનાસકાંઠાનાં નડાબેટમાં યોજાશે.

જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે 12મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના પતંગબાજોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દર વર્ષે રિવરફ્રન્ટ પર પતંગબાજો પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે, આ વખતે તેઓ સરહદીય વિસ્તાર પર કલાબાજી કરતાં દેખાશે. તાજા અપડેટ પ્રમાણે, આ વખતે પતંગ મહોત્સવનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે યોજાશે. જિલ્લાના સરહદીય પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આગામી 12 જાન્યુઆરીએ આ મેગા પતંગ મહોત્સવનું આયોજન થવાનું છે. દેશ – વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં આ પતંગ મહોત્સવનું આયોજન થશે. દેશ-વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ પહોંચીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગ ઉડાડી પોતાના કૌશલ્યનું નિદર્શન કરશે. આગામી પતંગ મહોત્સવને લઈ જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે યોજી બેઠક છે, પતંગ મહોત્સવને લઇને ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0