રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો, કાર્યકરે કવિતા મારફત ઠાલવ્યો અસંતોષ

HomeGujaratPolitics

રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો, કાર્યકરે કવિતા મારફત ઠાલવ્યો અસંતોષ

રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો છે. આજ રોજ સોશ્યલ મીડિયામાં એક કાર્યકરનો અસંતોષ કવિતા સ્વરૂપે બહાર આવ્યો છે.ભાજપના કાર્યકરો દ્વારા

કોમર્શિયલ એલપીજીનું સિલિન્ડર થયું સસ્તુઃ 39 રૃપિયાનો કરાયો ઘટાડો
લોકસભા ચૂંટણીઃ ભરુચ, ભાવનગર આપને ફાળે, આ રાજ્યોની 46 સીટો પર AAP અને કોંગ્રેસ વચ્ચે થઈ ફાઈનલ સમજૂતી
અમદાવાદ: ગૃહ પ્રધાન અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું

રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો છે. આજ રોજ સોશ્યલ મીડિયામાં એક કાર્યકરનો અસંતોષ કવિતા સ્વરૂપે બહાર આવ્યો છે.ભાજપના કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થઈ હતી.શહેરના રાજકારણમાં હડકંપ મચ્યો હતો.જેનો પ્રભાવ પાડી રહ્યો છે તે કવિતામાં તેઓ ચલાવે છે મામકાવાદ, જી હજુરિયા અને સગા વાદ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શિક્ષણ સમિતિનો પણ કવિતામાં ઉલ્લેખ થયો છે.મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ ચાલશે વાદ … નો કવિએ કટાક્ષ કર્યો છે,કવિ ની કવિતાથી રાજકોટ શહેર ભાજપના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

આજરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને પૂછવામાં આવતા તેઓએ સ્વીકાર્યું હતું કે અખબારના માધ્યમથી તેઓએ આ કવિતા વાંચી છે.અને તેઓને સ્પષ્ટ લાગે છે કે કોઈ કાર્યકર નારાજ થયા છે.પરંતુ આ અમારા પરિવારની વાત છે.એટલે કોઈ પણ કાર્યકરને પોતાનો આક્રોશ ઠાલવવાનો અધિકાર છે. અમે તેનું નિરાકરણ લાવીશું.

આજ સુધી કોંગ્રેસ પક્ષમાં જુદા જુદા નેતાઓના ચોકઠાઓ જોવા મળતા હતા.પરંતુ થોડા સમયથી ચાલતા ભાજપમાં પણ યાદવાસ્થળી જોવા મળી રહી છે.શહેર ભાજપથી માંડી અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પણ દરેક નેતાઓ પોતાના વ્હાલા દવલા મારફત આક્રોશ ઠાલવતા થઈ ગયા છે.

ભારતીય જનતા પક્ષના જુના કાર્યકરોમાં રોષ સ્વાભાવિક છે.મળતી માહિતી મુજબ તેવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસી કલ્ચરને તમે ખભા ઉપર ઉપાડી અને લઈ આવ્યા છો.અને અમારા કરતાં સારી રીતે સાચવો છો. એટલે આ બધા કાંડ તો થવાના જ છે.
આગામી દિવસોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી ઘણી કવિતાઓ કે પત્રિકાઓ આવશે તેવું સંભળાઈ રહ્યું છે.

શહેર પ્રમુખ મુકેશ દોશીની એક વાત ગમી કે તેઓએ સ્વીકાર્યું કે કોઈપણ માણસને આક્રોશ વ્યક્ત કરવાનો હક છે.તેની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી એ કવિતા લખતા તેઓને એક મહિના સુધી હેરાન થવું પડ્યું હતું.સસ્પેન્ડ થયા પછી ફરીથી નોકરી પર લેવાયા છતાં તેમની હેરાનગતિ ઓછી થતી નથી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0