સુરત: આઠ વર્ષીય માસાઈ નણંદની હત્યા કરનારા ભાભીને ગણતરીના ક્લાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ, પીઆઈ એચ.એમ.ગઢવી સહિત પોલીસ ટીમે ઉકેલી નાંખ્યો કેસ

HomeGujarat

સુરત: આઠ વર્ષીય માસાઈ નણંદની હત્યા કરનારા ભાભીને ગણતરીના ક્લાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ, પીઆઈ એચ.એમ.ગઢવી સહિત પોલીસ ટીમે ઉકેલી નાંખ્યો કેસ

20મી એપ્રિલ 2024ના રોજ સુરતનાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મોતને ભેટેલા આઠ વર્ષીય સાક્ષીનું કોઇ અગમ્ય કારણસર મ

રાજકીય નેતાની કુટુંબીજન હોવાથી અધિકારીઓ દ્વારા સુરક્ષિત અંતર
PM મોદી ડિગ્રી કેસ: કેજરીવાલ અમદવાદ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર ન થયા, આ છે કારણ
મોરબી: એક મકાન માંથી જુગાર રમતા ૯ જણા ઝડપાયા

20મી એપ્રિલ 2024ના રોજ સુરતનાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મોતને ભેટેલા આઠ વર્ષીય સાક્ષીનું કોઇ અગમ્ય કારણસર મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બનાવ સંબધે મરણ જનારનુ પી.એમ.રીપોર્ટ આવી જતા મોતને ભેટેલી બાળકીશોરીને ગળાના ભાગે ઇજા થવાથી મોત નીપજ્યું હોવાનું પી.એમ.રીપોર્ટમાં જાણવા મળ્યું હતું. પીએમ રિપોર્ટમાં ઈજાના કારણે મોત થયું હોવાનો ઘટસ્ફોટ થતાં ભેસ્તાન પોલીસ સ્ટેશને ઇપીકો 302 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી હતી.
આ ગુનામાં આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સુરતનાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેકટર-2, નાયબ પોલીસ કમિશનર ઝોન-6,મદદનીશ પોલીસ કમિશનર આઇ-ડિવીઝનની સૂચના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.
ભેસ્તાન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવીની સૂચના પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટીએ આ બનાવને જોતા મરણજનારના પરીવારનો જ કોઇ સભ્ય સામેલ હોવાનુ જણાઇ આવતુ હોવાની શંકા ઉપજી હતી. પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને પ્રોપર ઇન્વેસ્ટીગેશન કરવાની સુચના આપી પરીવારના તમામ સભ્યોની અલગ-અલગ પુછપરછ કરવાનું જણાવ્યું હતું અને પૂછપરછ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવીએ વુમન પોલીસને સાથે રાખી પરીવારના સભ્ય પુજા ઇન્દ્રજીત કંઢરે (ઉ.વ.19 રહે.રૂમ નં 11 બીલ્ડીંગ નં 12,ઇડબ્લ્યુ આવાસ,સફારી કોમ્પ્લેક્ષની પાસે, ભેસ્તાન સુરત નાનીનુ યુકતિ પ્રયુક્તિથી ઇન્ટ્રોગેશન કરતા ગલ્લા-તલ્લા વાળતી હતી. પૂજા કંઢરેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેણીએ જણાવેલ કે મરણજનાર સાક્ષી તેના પતિના માસીની દિકરી થાય અને તેના સાસુ તેને પોતાના ઘરે આજથી એક વર્ષ પહેલા અહીંયા રહેવા માટે લાવ્યા હતા. પરંતુ સાક્ષી નાની હોય અને તેણીની સાથે અવાર-નવાર ઝધડો કરતી હોવાથી મોકાનો ફાયદો ઉઠાવી તેણીએ સાક્ષીનુ ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાની કબુલાત કરી હતી. માસાઈ નણંદની ભાભીએ જ હત્યા કરી હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી. ભેસ્તાન પોલીસે પૂજા કંઢરેની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
આ કેસને ગણતરીના ક્લાકોમાં ઉકેલવામાં ભેસ્તાન પોલીસના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને કર્માચારીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવી ઉપરાંત પોસઇ એસજી ચૌહાણ, વુમન પોસઇ બીજી યાદવ, પોસઇ એચ.પી.ગોહીલ, એએસઆઇ રીતેશ મોહનભાઇ, અહેકો દિલુભાઇ નકુભાઇ, અહેકો દિગ્વિજયસિંહ અજીતસિંહ, અહેકો ઘનશ્યામસિંહ વનરાજસિંહ, અહેકો જયપાલસિંહ ગીરસિંહ, અહેકો દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, અપોકો.દિલુભાઇ ભીમાભાઇ, અપોકો જૈમીનદાન ભરનદાન, અપોકો જતીનકુમાર પ્રવીણચંદ્ર, અપોકો મહેશભાઇ રણછોડભાઇ, અપોકો બ્રીજરાજસિંહ જગદીશસિંહ, અપોકો સંદીપ સદાશીવભાઈ અને અપોકો અશફાક હુસૈન ફજલહુસૈન સહિતની ટીમે કામગીરી બજાવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0