સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હૂમલાના કેસમાં તમામ 14 આરોપીઓને નિર્દોષ ઠેરવતી કોર્ટ, એડવોકેટ યાહ્યા શેખ અને એડવોકેટ ઈસ્માઈલ શેખે કરી હતી ધારદાર દલીલો

HomeGujarat

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હૂમલાના કેસમાં તમામ 14 આરોપીઓને નિર્દોષ ઠેરવતી કોર્ટ, એડવોકેટ યાહ્યા શેખ અને એડવોકેટ ઈસ્માઈલ શેખે કરી હતી ધારદાર દલીલો

2012માં સુરત મહાનગરપાલિકાના મદદનીશ આરોગ્ય નિરીક્ષક તથા તેમના સહકર્મીઓ ઉપર નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આવેલા મ્યુનીસીપાલીટી શોપીંગ સેન્ટર પાસે કેટ

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના આચાર્યા શમીમ પઠાણને એનાયત કરાયો બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ, મુસ્લિમ સમાજમાં ગૌરવની લાગણી
અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

2012માં સુરત મહાનગરપાલિકાના મદદનીશ આરોગ્ય નિરીક્ષક તથા તેમના સહકર્મીઓ ઉપર નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આવેલા મ્યુનીસીપાલીટી શોપીંગ સેન્ટર પાસે કેટલીક વ્યકિતઓ ઘ્વારા એસ.એમ.સી કર્મચારીઓની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી તેમની ઉપર હુમલો કરી ગાળાગાળી કરી કાયદેસરની કામગીરીમાં અડચણ અને રૂકાવટ કરેલાના આક્ષેપો સંબંધેની ફરીયાદ મદદનીશ આરોગ્ય નીરીક્ષક સંજય રસીકલાલ પરમાર દ્વારા તા. 27/06/2012ના રોજ કુલ નવ આરોપીઓના નામ જોગ તથા બીજા 8 થી 10 અજાણ્યા ઈસમો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં અઠવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.114/2012 થી એફ.આઈ.આર. રજિસ્ટર્ડ કરાવામાં આવી હતી.
આ કેસમાં તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસ દરમિયાન કુલ 14 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્વ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ફોજદારી કેસ નં.19270/2012થી આ કેસની સુનાવણી કરવામાં આવી રહી હતી. આમ અટક કરાયેલા અને અર્જશીટથી તહોમત મુકાયેલા આરોપીઓમાં (1) મોહંમદ શબ્બીર નુરમોહંમદ શેખ, (2) સલીમશા બસીરશા ફકીર, (3) વિલાયતખાન દાઉદખાન પઠાણ, (4) મોહંમદ રીઝવાન શબ્બીર અહમદ શેખ, (5) સૈયદ અનવર સૈયદ હુસેન, (6) મોહંમદ બિલાલ શબ્બીર અહમદ શેખ, (7) સઈદખાન વિલાયત ખાન પઠાણ, (8) મુસ્તાક હફીઝ શાહ, (9) સરફરાઝ અબ્દુલરહેમાન કુરેશી, (11) શેખ અફસર શેખ મુઝફ્ફર, (11) ગુલામ અબ્બાસ અનવર શાહ, (12) મોહંમદ યુસુફ મોહંમદ શબ્બીર શેખ, (13) વસીમ નિયાઝુદ્દીન શેખ અને (14) આબીદખાન શાહબુદ્દીનખાનનો સમાવેશ થાય છે.
આ કેસમા ફરીયાદ પક્ષનો પુરાવો રજુ થયા બાદ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા આ કેસનાં આરોપીઓ વિરુદ્વનો કેસ ફરીયાદપક્ષ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડ્યો હતો અને આરોપીઓએ કહેવાતો ગુનો કરેલો હોવાની હકીકત નિઃશંકપણે પુરવાર થતી ન હોય તેવા અવલોકન સાથે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ યાહ્યા મુખ્તીયાર શેખ તેમજ એડવોકેટ ઈસ્માઈલ જી. શેખ દ્વારા હાજર થઈ ટ્રાયલ ચલાવી આરોપીઓના બચાવ તેમજ આરોપીઓના બચાવની દલીલો કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન બચાવપક્ષના વકીલ તરીકે એડવોકેટ યાહ્યા મુખ્તીયાર શેખ તેમજ એડવોકેટ ઈસ્માઈલ જી. શેખની મુખ્ય દલીલ હતી કે ફરીયાદીની બનાવ સ્થળે હાજરી નિઃશક રીતે પુરવાર થતી નથી, તથા તેમની ઈજા પણ બનાવ વખતે આરોપીઓ દ્વારા થયેલી હોવાની પુરવાર થતી નથી ફરીયાદીને જે આરોપીએ માર માર્યાનું જણાવ્યું છે તેવા કોઈ આરોપીની ઓળખપરેડ કરાવવામાં આવી નથી તેમજ કાદરશાની નાળના સ્થાનિક નિર્દોષ લોકોને બનાવ બાદ ઉંચકી જઈ ખોટો કેસ કરેલો હોવાની દલીલ કરી હતી,
બચાવપક્ષ એડવોકેટ યાહ્યા મુખ્તીયાર શેખ તથા એડવોકેટ ઈસ્માઈલ જી. શેખની દલીલો માન્ય રાખી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ સુરતની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1