છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ રિસામણાં લીધા છે. જો કે, આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું છે. નવસારી, ડાંગ, ગો
છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ રિસામણાં લીધા છે. જો કે, આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું છે. નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૧ર સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા છે.
ગુજરાતમાં જૂન-જુલાઈમાં સાડા ર૭ ઈચ વરસાદે છેલ્લા ૯૬ વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. હતો. આ અગાઉ ૧૯ર૭ ના જુન-જુલાઈમાં સવા ૩૦ ઈચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગષ્ટમાં માત્ર દોઢ ઈચ વરસાદે ૮૬ વર્ષનો સૌથો ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો છે. રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં સરેરાશ ૯ ઈંચ વરસાદ થવો જોઈએ તેની સામે માત્ર દોઢ ઈંચ વરસાદ થતા ૮૯ વરસાદની ઘટ પડી છે. આ અગાઉ ૧૯૩૭માં ૧૭.૪ મિમી વરસાદ પડ્યો હતો. એટલે કે ૮૬ વર્ષ બાદ ચાલુ સાલે રાજ્યમાં ઓગષ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે. પૂણેના હવામાન વિભાગના કલાઈમેટ રિસર્ચ અને સર્વિસના આંકડાઓમાંથી આ માહિતી મળી છે.
રાજ્યના ૩૩ પૈકી ર૧ જિલ્લામાં ઓગષ્ટમાં ૯૧ ટકા થી વધુ વરસાદની ઘટ છે. પોરબંદરમાં ૯૯ ટકા ઓછા વરસાદ સાથે રાજ્યોની સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. વરસાદ ખેંચાતા રાજ્યના કૃષિ વિભાગે ગત ગુરૃવારે ઓનલાઈન બેઠક યોજી પાકની સ્થિતિની જાણકારી મેળવી હતી. ગાંધીનગર કૃષિભવનના સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ પૂરતી કૃષિપાકની પરિસ્થિતિ સારી છે, પરંતુ આ સ્થિતિમાં ખેડૂતોએ જાતે પિયતની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો છે. સરકારે પણ વીજપ્રવાહમાં ર કલાકનો વધારો કર્યો છે. જે ખેડૂતોએ માત્ર વરસાદના આધારે વાવણી કરી છે અથવા જે ખેડૂતો પિયતની વ્યવસ્થા નહીં કરી શકે તો તેવા પાકને નુકસાન થવાની શકયતા છે. તેમજ જો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાશે તો રાજ્યમાં શિયાળુ વાવેતર વિસ્તાર ઘટી શકે છે.
ચાલુ સિઝનના અંતે રાજ્યની ૮પ.૯૭ લાખ હેકટર જમીનમાં વાવેતર થવાના અંદાજ સામે ૮૩.૬૦ લાખ હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. અત્યાર સુધીની સીઝનની ૯૭.રપ ટકા વાવણી થઈ ચૂકી છે. જેમા ધાન્ય પાકોનું ૧૩.૪૬ લાખ હેકટરના અંદાજ સામે ૧૩.૮૦ લાખ (૧૦ર.પ૩ ટકા) હેકટરમાં, કઠોળ પાકોનું ૪.પ૬ લાખ હેકટરના અંદાજે સામે ૩.૬૧ લાખ (૯૭.૦૪ ટકા હેકટરમાં તેલીબિયા પાકોનું ર૮.૭૧ લાખ હેકટરના અંદાજ સામે રપ.૮પ લાખ ૯૦.૦૭ ટકા હેકટરમાં અને અન્ય પાકોનું ૩૯.ર૩ લાખ હેકટરના અંદાજ સામે ૪૦.૩૩ લાખ (૧૦ર.૮૧) હેકટરમાં વાવેતર થયું છે.
સરદાર સરોવર સહિત રાજ્યના ર૦૭ જળાશયોમાં ઓગષ્ટના અંતે કુલ ૭૬.ર૬ ટકા જળસંગ્રહ થયો છે. તે પૈકી ૭૦.૭ર ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ગત વર્ષે ૮૪.૪૪ ટકા કુલ જળસંગ્રહ સામે ૮૦.૭૭ ટકા પાણીનો જથ્થો વપરાશલાયક હતો. એટલે કે ગત વર્ષ કરતા ૮.૧૮ ટકા ઓછો જળસંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રપ,ર૬,રર૯ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા સામે ૧૯,ર૬,પર૬ કરોડ લીટર પાણી સંગ્રહિત થયું છે.
COMMENTS