સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે પ્રયાગરાજમાં પૂર્વ લોકસભા સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા અંગે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી
સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે પ્રયાગરાજમાં પૂર્વ લોકસભા સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા અંગે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે આ હત્યામાં કોઈની સંડોવણી છે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી 2017 બાદ થયેલા 183 પોલીસ એન્કાઉન્ટર પર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.
યુપી પોલીસના જણાવ્યા અનુસાર માર્ચ 2017માં યોગી આદિત્યનાથની સરકારે સત્તા સંભાળી ત્યારથી પોલીસ એન્કાઉન્ટરમાં 183 લોકો માર્યા ગયા છે. યોગીના વિરોધીઓએ વારંવાર દાવો કર્યો છે કે બોગસ એન્કાઉન્ટર દ્વારા ઠાર મારવામાં આવ્યા છે.
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને અરવિંદ કુમારની બેન્ચે યુપી સરકારને તમામ એન્કાઉન્ટર્સની વિગતો, તપાસની સ્થિતિ, ચાર્જશીટ દાખલ અને ટ્રાયલની સ્થિતિની વિગતો આપવા છ અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
બેન્ચે કહ્યું કે પાંચ થી દસ લોકો તેની (અતિક) રક્ષા કરી રહ્યા હતા? કોઈ કેવી રીતે આવીને ગોળીબાર કરી શકે છે? આ કેવી રીતે થાય છે? આમાં કોઈની સંડોવણી છે.
સુપ્રીમે યુપી સરકારને ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદની બહેન આયેશા નૂરીની અરજી પર નોટિસ પણ જારી કરી હતી, જેમાં તેના ભાઈઓની હત્યાની ઉંડી તપાસની માંગ કરવામાં આવી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે પોલીસ એન્કાઉન્ટરો અને તેમાં ખાખી વર્દીની ભૂમિકાની તપાસ માટે સ્વતંત્ર ન્યાયિક પંચની સંસ્થાની પીઆઈએલ અરજદાર વિશાલ તિવારીની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે આવા કમિશનની રચના કરી છે.
અતીક અહેમદ (60) અને અશરફને 15 એપ્રિલના રોજ પોલીસ કર્મચારીઓ ચેકઅપ માટે મેડિકલ કોલેજમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે મીડિયાની વાતચીત દરમિયાન પત્રકાર તરીકે ઉભેલા ત્રણ માણસોએ પોઈન્ટ-બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાને નેશનલ ટેલિવિઝન પર લાઈવ શૂટીંગમાં કેદ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં યુપી સરકારે જણાવ્યું હતું કે અતીક અહેમદ અને અશરફની હત્યાની સંપૂર્ણ, નિષ્પક્ષ અને સમયસર તપાસને સુનિશ્ચિત કરવામાં સરકાર કોઈ કસર છોડી રહી નથી.
COMMENTS