ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ સંદર્ભે ભારતના કેટલાક રાજ્યો એલર્ટ પર

HomeCountry

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ સંદર્ભે ભારતના કેટલાક રાજ્યો એલર્ટ પર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં ટેન્શન વધ્યું છે અને કેટલાક રાજ્યોમાં એલર્ટ અપાયું છે. તે ઉપરાંત યહુદ્દી સ્મારકોની સુરક્ષા વધારાઈ છે. ઈઝરાયેલ-હમા

ગુજરાતમાં બેઠક સમજુતી : કોંગ્રેસ 23-‘આપ’ 3 સીટ લડશે
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગઃ બારડોલીમાં આઠ ઈંચઃ સુરતમાં જબરદસ્ત વરસાદ, જળબંબાકાર
જવલંત સિદ્ધિ: ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરના દર્દીઓ માટે તૈયાર કરી પ્રિવેલ સિરપ

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં ટેન્શન વધ્યું છે અને કેટલાક રાજ્યોમાં એલર્ટ અપાયું છે. તે ઉપરાંત યહુદ્દી સ્મારકોની સુરક્ષા વધારાઈ છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ પડ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, ગુજરાત, હિમાચલ, રાજસ્થાન સહિત દેશના ઘણાં રાજ્યોમાં એલર્ટ છે અને યહુદ્દી સમુદાય સાથે સંબંધિત સ્મારકો અને અન્ય સ્થળોની સુરક્ષા કડક કરવામાં આી છે. દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી રહી છે.

આ ઉપરાંત પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસ સ્ટેન્ડઅપ પર છે, જ્યાં મોટી સંખ્યામાં યહુદ્દીઓ આવે છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ઈઝરાયેલ પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ, ગોવા, મુંબઈ અને રાજસ્થાનના પુષ્કરની પણ મુલાકાત લે છે.

ભારતમાં જ્યાં યહુદ્દીઓની વસતિ વધુ છે તેવા તમામ સ્થળોએ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. હુદ્દી સમુદાયના લોકો અને તેમની સાથે જોડાયેલા સ્મારકો પર હુમલાની આશંકા છે. હિમાચલના મનાલી અને ધર્મશાળામાં યહુદ્દી વસાહતોની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. આ સિવાય મુંબઈમાં વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે.

આ સિવાય ભારતમાં યહુદ્દી સમુદાય સાથે સંકળાયેલા લોકોની ખાનગી સંસ્થાઓને પણ પૂરતી સુરક્ષા આપવામાં આવી છે,જો કે યુદ્ધ ફાટી નીકળ્યા પછી મોટી સંખ્યામાં ઈઝરાયેલીઓ તેમના દેશમાં પાછા ફર્યા છે. તેનું કારણ એ છે કે ઈઝરાયેલમાં સામાન્ય નાગરિકોને પણ સૈન્ય તાલીમ આપવામાં આવે છે અને તેઓ અનામત સૈનિકોની શ્રેણીમાં આવે છે.

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને ૧૦ દિવસ વિતિ ગયા છે, ત્યારે ઈઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ ગાઝામાં ૧૯૯ લોકોને બંધક બનાવાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. બન્ને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં લગભગ ર૩ લાખ લોકો રહે છે, જ્યાં સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવી છે. ઈજરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગૈલેન્ટે સોમવારે કહ્યું કે, ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0