જવલંત સિદ્ધિ: ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરના દર્દીઓ માટે તૈયાર કરી પ્રિવેલ સિરપ

HomeCountryScience

જવલંત સિદ્ધિ: ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરના દર્દીઓ માટે તૈયાર કરી પ્રિવેલ સિરપ

ભારતમાં કેન્સરની પહેલી સીરપ તૈયાર થઈ છે, જે કીમોથેરાપીની પીડાથી મુક્તિ અપાવી શકે છે. આ સીરપ પ્રિવેલને દવા નિયામક સીડીએસસીઓ દ્વારા માન્યતા મળી છે. આથી

G20 અધ્યક્ષતા હેઠળ G20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ
પુતિન માટે રાહતનાં ન્યૂઝ: વેગનરની સેના થઈ રહી છે પરત, પ્રિગોઝિને કહ્યું, “ખૂનરેજીના થાય તેના માટે અમારી સેના પાછી ફરી”
ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય અંગે વડાપ્રધાનનું નિવેદનઃ પક્ષના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ

ભારતમાં કેન્સરની પહેલી સીરપ તૈયાર થઈ છે, જે કીમોથેરાપીની પીડાથી મુક્તિ અપાવી શકે છે. આ સીરપ પ્રિવેલને દવા નિયામક સીડીએસસીઓ દ્વારા માન્યતા મળી છે. આથી લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરાપીથી મુક્તિ મળી શકે છે.

ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રિવેલ રખાયું છે, જો કે આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરાપીથી મુક્તિ મળી શકશે કે કેમ એ એક મોટો સવાલ છે. તે છતાં આ જવલત સિદ્ધિ ગણાય છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સરએ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરાપીમાં વપરાતી આ દવા (૬- મર્કેપ્ટોપ્ચૂરિન કે પછી ૬-એમપી) નું નામ પ્રિવેલ રખાયું છે. એસીટીઆરભસીના ડોક્ટરોએ બેંગ્લુરૂની આઈડીઆરએસ લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી.

બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરકારક વિકલ્પ બની શકે છે.

મર્કેપ્ટોયૂરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટીમેટાબોલાઈટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું કે, પ્રિવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રિવેલને દવા નિયામક સીડીએસસીઓ દ્વારા માન્યતા મળી ગઈ છે.

કેન્સરમાં કીમોથેરાપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે. કોમોથેરાપીમાં સામાન્ય રીતે રેડિયોથેરાપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કીમો મોટાભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઈન્જેક્શન તરીકે અને ક્યારેક ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે.

કેન્સરની સારવાર માટે પહેલીવાર ૧૯૪૦ માં કીમોથેરાપી અપાઈ હતી. હવે નવી સીરપ મળી જતા લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરાપીથી મુક્તિ મળી શકે છે. એટલે કે હવે તેમાં પીડા કે અસહજતાની સ્થિતિ પેદા નહીં થાય. હજુ તેની કિંમત વિશે ખુલાસો નથી કરાયો, પણ અપેક્ષા મુજબ તેની કિંમત ઓછી હશે.