સુરત મહાનગરપાલિકામાં 2006 થી તારીખ 30-6- 2021 દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ-ઇજાફો આપવામાં આવ્યો ન હતો.આ અંગે સુરત સુધરાઈ કામદાર
સુરત મહાનગરપાલિકામાં 2006 થી તારીખ 30-6- 2021 દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ-ઇજાફો આપવામાં આવ્યો ન હતો.આ અંગે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 6943/ 2022 થી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવી હતી.
સુરત સુધરાઈ કામદાર મંડળનાં પ્રમુખ ઈકબાલ શેખે જણાવ્યું કે મંડળની પીટીશન અંગે તારીખ 20-7-2023 ના રોજ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. ચૂકાદાની નકલ તથા 161 પીટશનરના નામોની યાદી યુનિયન દ્વારા કમિશનરને તારીખ 3/8/2023 ના રોજ આપવામાં આવી હતી. ગજરાત હાઇકોર્ટના હુકમ મુજબ 161 પીટીશનર નિવૃત્ત કર્મચારીઓને તેઓની નિવૃત્તિની તારીખથી એક ઇજાફો અને તફાવતની રકમ સહિત તારીખ 24/1/2024 સુધી આપવાનો હતો.
તેમણે કહ્યું કે ચૂકાદાની સમય મર્યાદા પૂરી થઈ જવા છતાં ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાનો અમલ કરવામાં આવ્યો નથી. આ એક ગંભીર ફરજચૂક છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચૂકાદાનો અમલ કરવામાં નહીં આવતા યુનિયને ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમપ્ટ ઓફ ધી કોર્ટ કરવાની ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ ઈકબાલ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિએ મહાનગરપાલિકાને ચૂકાદાનો તાત્કાલિક અમલ કરવા માંગ કરી છે.
COMMENTS