ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે ફૈઝલ પટેલની તસ્વીર સાથે “હું તો લડીશ” ના નારા સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય
ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે ફૈઝલ પટેલની તસ્વીર સાથે “હું તો લડીશ” ના નારા સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારેકોંગ્રેસમાં ક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાણી છે. લગભગ છએક મહિનાથી ગુજરાતની ભરૂચ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ છે.
ભરુચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીનાં વડા કેજરીવાલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી મજબૂત દાવો ઠોકી દીધો છે ત્યારે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતઝે પણ અહીંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઓછું હોય તેમ પટેલના પુત્ર ફૈઝલે પણ અહીં દાવેદારી નોંધાવી છે. આમ બે પક્ષ વચ્ચેની ટિકિટની જંગ પછી હવે એક જ પરિવારના બે સભ્ય વચ્ચે પણ ભરૂચ બેઠક માટે જંગ છેડાયો છે.
હકીકતમાં ભરૂચમાં લાગેલા એક બેનરથી રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના એક બેનરે ચર્ચા જગાડી છે. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે ફૈઝલ પટેલની તસ્વીર સાથે “હું તો લડીશ” ના નારા સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હજી થોડા સમય પહેલા જ અહમદ પટેલના પુત્રી મુમતાઝે પણ કોંગ્રેસમાંથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફૈઝલ પટેલના બેનરથી પરિવારમાં બે ભાગ પડ્યા હોય તેવું લાગે છે. બીજી તરફ ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી રાજ્યની ફક્ત આ એક જ બેઠક માંગી રહી છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં ભારે લોકપ્રિય ધરાવે છે. હાલમાં તેઓ જેલમાં છે ત્યારે તેમના સમર્થન માટે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વસાવાને ભરુચના લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. થોડા દિવસો પહેલા દિલ્હી ખાતે AAP અને કોંગ્રેસની બેઠકમાં AAPએ કોંગ્રેસ પાસેથી ગુજરાતની એક માત્ર લોકસભા બેઠક પર દાવેદારી માગી છે. આ બેઠક ભરૂચની છે.
બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી અહીંની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક પર પણ પક્ષ વિજયી થઈ શક્યો નથી. નેશનલ લેવલે ઈન્ડિયા ગઠબંધન કર્યું છે, જેમાં અન્ય 25 જેટલા રાજકીય પક્ષ છે. આ બધા વચ્ચે બેઠક વહેંચણી મામલે થોડી ખટપટ ચાલી રહી છે, તે સમજ્યા પણ એક જ પક્ષના એક જ પરિવારમાં એક બેઠકને લઈને ખેંચતાણ હોય તેવું ભાગ્યેજ જોવા મળે છે.
COMMENTS