મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. આ પૂર્વોત્તર રાજ્યમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 મેનો એક વીડિયો સામે આવ્યો છે,
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. આ પૂર્વોત્તર રાજ્યમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 મેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સમુદાયની મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ઉતારવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતાં જ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
અધિકારીઓનું કહેવું છે કે ગુરુવારે ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના વિરોધના એક દિવસ પહેલા જ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, થોબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સશસ્ત્ર ઉપદ્રવીઓ વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે દોષિતોને વહેલી તકે પકડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ITLFના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “કંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બનેલા ભયાનક દ્રશ્યો, પુરુષો નિરંતર લાચાર મહિલાઓની સતામણી, રડી રડીનેે બચાવવાની વિનંતી કરતી જોવા મળે છે.
“આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનાઓને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવાના અપરાધીઓના નિર્ણયથી વધુ વકરી છે, જે પીડિતોની ઓળખ છતી કરે છે.”
એક નિવેદનમાં, પ્રવક્તાએ “જઘન્ય કૃત્ય” ની નિંદા કરી અને માંગ કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ આ ગુનાની સંજ્ઞાન લે અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવે.
મણિપુર રાજ્યમાં 3 મેથી વંશીય અથડામણો ચાલી રહી છે, જેઓ ઇમ્ફાલ ખીણમાં કેન્દ્રિત બહુમતી મેઇતેઇ અને પહાડીઓ પર કબજો ધરાવતા કુકી લોકો વચ્ચે છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.
COMMENTS