જૂનાગઢમાં હેટ સ્પીચ, મુંબઈથી મૂફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS દ્વારા ધરપકડ

HomeGujarat

જૂનાગઢમાં હેટ સ્પીચ, મુંબઈથી મૂફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS દ્વારા ધરપકડ

હેટ સ્પીચ કેસની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસ દ્વારા ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે. ગુજરાત પોલીસ તેને સાંજે લઈ ગઈ હતી.

ચંદ્રયાનનાં ચંદ્ર પર ઉતરાણની સિદ્વી પર PM મોદીએ આપ્યા અભિનંદન,બોલ્યા, ચંદામામા દુર કે નહીં પણ હવે કહેવાશે ચંદામામા ટૂર કે…
ટિ્‌વટરને મોટો ઝટકો, કેન્દ્ર વિરુદ્ધની અરજી ફગાવી 50 લાખનો દંડ ફટકાર્યો
ગુજરાત હાઇકોર્ટે કહ્યું ’ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે’

હેટ સ્પીચ કેસની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસ દ્વારા ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે. ગુજરાત પોલીસ તેને સાંજે લઈ ગઈ હતી. ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીની ધરપકડને લઈને મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી ખળભળાટ મચી ગયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુફ્તીના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ પછી પોલીસે તેમને હટાવવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

શું છે સમગ્ર મામલો

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉપદેશક દ્વારા અપાયેલ ભડકાઉ ભાષણ સામે આવ્યા બાદ ગુજરાતના જૂનાગઢ પોલીસે શનિવારે આ સંબંધમાં બે લોકોની ધરપકડ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 31મી જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. તેમના ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, અઝહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?

મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામિક રિસર્ચ સ્કોલર કહે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક છે. તેમણે કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. ખાસ કરીને યુવા મુસ્લિમ સમુદાય તેને પસંદ કરે છે. તેઓ તેમના ભડકાઉ ભાષણોને કારણે ઘણી વખત સમાચારોમાં રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આપેલું તેમનું ભાષણ વધુ ઉશ્કેરણીજનક હતું. જેને લઈને હોબાળો મચી ગયો છે.

મુફ્તી અઝહરીએ કહ્યું- હું ગુનેગાર નથી…

ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ પર તેમના વકીલ આરિફ સિદ્દીકીએ કહ્યું કે પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરી છે. અમે તેનો વિરોધ કર્યો અને અમે એમ પણ કહ્યું કે અમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમને નોટિસ આપવામાં આવી નથી. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

દરમિયાન ધરપકડ બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ પોતાના સમર્થકોને વિરોધ ન કરવા વિનંતી કરી હતી. એમ પણ કહ્યું કે હું કોઈ ગુનેગાર નથી અને મને કોઈ ગુના માટે અહીં લાવવામાં આવ્યો નથી. પોલીસ તપાસ કરી રહી છે. અમે તેમને સહયોગ આપી રહ્યા છીએ, તમે લોકોએ પણ સહકાર આપવો જોઈએ.

પોલીસનું કહેવું છે કે નફરતભર્યા ભાષણના કેસમાં ધરપકડ કરાયેલા લોકોએ એમ કહીને મીટિંગની પરવાનગી લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે. તેઓ વ્યસનમુક્તિ વિશે જાગૃતિ ફેલાવશે, પરંતુ તેમણે ભડકાઉ ભાષણ આપ્યું. આ ક્રિયા સામાજિક સમરસતાને બગાડી શકે છે. તેમજ અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0