અમેરિકામાં આડેધડ ગોળીબારમાં 22ના મૃત્યુઃ 60 ઘાયલ, હુમલાખોર ફરાર

HomeInternational

અમેરિકામાં આડેધડ ગોળીબારમાં 22ના મૃત્યુઃ 60 ઘાયલ, હુમલાખોર ફરાર

અમેરિકાના લેવિસ્ટનમાં આડેધડ ગોળીબાર થકી રર લોકોના મોત અને ૬૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. ત્રણ સ્થળે આ હુમલો કરનાર શખ્સની તસ્વીરો

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસમાં ઘૂષણખોરીનો પ્રયાસ, કારમાં હથિયાર સાથે એકની ધરપકડ
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય વળાંક! અજિત પવાર સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાત માટે મહિલા ચીફ જસ્ટિસના નામની કરી ભલામણ, 7 રાજ્યોને મળશે નવા જજ

અમેરિકાના લેવિસ્ટનમાં આડેધડ ગોળીબાર થકી રર લોકોના મોત અને ૬૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. ત્રણ સ્થળે આ હુમલો કરનાર શખ્સની તસ્વીરો જાહેર થઈ છે. આ અંગે લોકોને સતર્ક રહેવા જણાવાયું છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

અમેરિકામાં સતત બનતી અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ હવે બાઈડન સરકારની ચિંતા વધારી રહી છે. અલગ અલગ ભાગોમાં ગોળીબારની ઘટનાઓ વધતી જઈ રહી છે. લેવિસ્ટનમાં ગોળીબારમાં રર લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, તેમજ અન્ય લગભગ ૬૦ લોકો ઘાયલ થયા હતાં. પોલીસે જણાવ્યું કે ઘટના બુધવારે મોડી રાતે બની હતી. એક હુમલાખોરે બેફામ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. તે હજુ પણ ફરાર છે.

પોલીસે હુમલાખોરની તસ્વીર જાહેર કરી મદદ પણ માગી છે. ફોટામાં લાંબી બાયનો શર્ટ અને જીન્સ પહેરી એક વ્યક્તિ રાઈફલ પકડીને ફાયરીંગ કરી રહ્યો છે. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને તેમની સંસ્થાઓ બંધ રાખવા અપીલ કરાઈ છે. મેઈન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે.

અન્ય એક અહેવાલમાં લેવિસ્ટન પોલીસ પ્રવક્તાને ટાંકીને દાવો કરાયો હતો કે સ્પેરટાઈમ રિક્રિએશન, સ્કેમેન્ઝી બાર એન્ડ ગીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ-અલગ જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી. વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાયડેનને ફાયરીંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તે માત્ર શૂટિંગની ટ્રેનિંગ આપતો હતો. ગોળીબાર કરનારનું નામ રોબર્ટ કાર્ડ છે. આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બાયડેનને આપવામાં આવી છે.

લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ફાયરીંગની ઘટનામાં જાનહાનિ થઈ છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં ‘સામૂહિક જાનહાનિ’ થઈ છે, જેમની સારવાર કરવામાં આવી રહી હતી. ઘાયલોને લઈ જવા માટે વિસ્તારની હોસ્પિટલો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા શેર કરાયેલા બે ફોટામાં, શંકાસ્પદ વ્યક્તિ રાફઈલ સાથે ગોળીબારની સ્થિતિમાં જોવા મળ્યો હતો. આ સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર છે. ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારમાં ૧૯ બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0