પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસમાં ઘૂષણખોરીનો પ્રયાસ, કારમાં હથિયાર સાથે એકની ધરપકડ

HomeCountry

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસમાં ઘૂષણખોરીનો પ્રયાસ, કારમાં હથિયાર સાથે એકની ધરપકડ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના કાલીઘાટ નિવાસસ્થાનમાં કાર લઈને કથિત રીતે ઘૂષણખોરી કરવાના પ્રયાસ કરવા બદલ હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ ક

પાકિસ્તાનની સંસદ ભંગ: કાર્યવાહક વડાપ્રધાનની પસંદગી, આ નેતાનું નામ છે રેસમાં સૌથી આગળ
કેદારનાથના ગૌરીકુંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા તબાહીઃ 12 લોકો દટાયા
ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના કાલીઘાટ નિવાસસ્થાનમાં કાર લઈને કથિત રીતે ઘૂષણખોરી કરવાના પ્રયાસ કરવા બદલ હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે જણાવ્યું હતું કે કાળો કોટ અને ટાઈ પહેરેલા વ્યક્તિની ઓળખ નૂર આલમ તરીકે કરવામાં આવી હતી જ્યારે તેણે હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર બેનર્જીના નિવાસસ્થાને પોલીસ સ્ટીકર સાથે કાર સાથે સીએમ બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે બેનર્જી તેમના ઘરે હતા.

પોલીસ કમિશનર ગોયલે જણાવ્યું કે વ્યક્તિ પાસે હથિયારો  એક ખુકરી ચાકૂ, ગાંજા અને BSF અને અન્ય જેવી વિવિધ એજન્સીઓના અનેક ઓળખપત્રો હતા. તે મુખ્યમંત્રીને મળવા માંગતો હતો. આ એક ગંભીર મુદ્દો છે. અમે તેનો ખરેખર શું ઈરાદો હતો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે પોલીસે ગાડીને જપ્ત કરી છે. ધરપકડ કરાયેલી વ્યક્તિ પોલીસ પૂછપરછ અસંગત રીતે વાત કરતો હતો.

તૃણમૂલ કોંગ્રેસના વડા સેન્ટ્રલ કોલકાતામાં ‘શહીદ દિવસ’ રેલીના સ્થળે પહોંચવા માટે તેમના કાલીઘાટ નિવાસસ્થાનથી નીકળવાના હતા તેના કલાકો પહેલા જ આ ઘટના બની હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0