છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં સવારે 11.45 વાગ્યાથી શર
છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં સવારે 11.45 વાગ્યાથી શરૃ થયો હતો. કેબિનેટમાં કુલ 12માંથી 6 ઓબીસી,3 આદિવાસી, 2 સામાન્ય અને 1 એસી છે. હજુ એક જગ્યા ખાલી છે.
રાજ્યમાં 13 સભ્યોની કેબિનેટ છે. આ પહેલા 13 ડિસેમ્બરે વિષ્ણુદેવ સાંઈએ રાયપુરની સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. રાજયપાલ વિશ્વભૂષણ હરિચંદને તેમને શપથ લેવડાવ્યા હતાં.
અરૃણ સાઓ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતાં.
COMMENTS