ટ્વિટરને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્વિટરનો લોગો બ્લુ બર્ડથી બદલીને ‘X’ કરવામાં આવ્યો છે. ટ્વિટર ક્લિક કરવા પર હવે આગળ "X" લખેલું દેખાશે
ટ્વિટરને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્વિટરનો લોગો બ્લુ બર્ડથી બદલીને ‘X’ કરવામાં આવ્યો છે. ટ્વિટર ક્લિક કરવા પર હવે આગળ “X” લખેલું દેખાશે.સોશિયલ પ્લેટફોર્મ પર ફેરફારનાં સિલસિલાને ચાલુ રાખતા એલન મસ્કના તાજેતરના ટ્વિટમાં સૂચવવામાં આવ્યું કે તેઓ લોગોને “X” કરી શકે છે.
હવે સોમવારે ટ્વિટર લોગોને “X” સાથે બદલવામાં આવ્યો છે. તેમણે ગઈકાલે પણ ટ્વિટ કર્યું હતું કે, “X.comનો પ્રયાસ કરવાથી તમને twitter.comમાં એન્ટ્રી મળશે.” આ સિવાય મસ્કે ટ્વિટરની મુખ્ય ઓફિસ પર મોટા એક્સનો ફોટો ટ્વિટ કર્યો હતો.
આ પહેલા પણ મસ્ક સતત ફેરફારો કરતા રહ્યા છે. બ્લુ ટિક અંગે તાજેતરમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના હેઠળ તેમણે બ્લુ ટિક માટે ફી નક્કી કરી હતી.
હવેથી નવા લોગોના રુપે એક્સ જોવા મળશે, પરંતુ એના પછી મસ્કના આ નવા ગતકડાંને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા સ્ટાર ટવિટરનો લોગો બદલાવવા અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે તેના બદલવા આવ્યો છે. હવે બ્લુ ચકલી એટલે હવે તમારે ગૂગલ પર પણ એક્સ.ડોટ કોમ લખશો તો ખૂલશે. આ મુદ્દે સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે કે સાઈટના લોગોને એક્સ કરી દેવામાં આવ્યો છે, જે લોકોના કોમ્યુનિકેશન માટે શ્રેષ્ઠ સાબિત થશે.
ટવિટરના માલિક એલન મસ્કે પણ ફોલોઅર્સ પાસેથી પ્રતિભાવ માગ્યા હતા અને જણાવ્યું હતું કે તેની ડિઝાઈન કેવી રાખવી ત્યારબાદ આ ડિઝાઈન પસંદ કરવામાં આવી છે, પરંતુ હવે લોકો જોરદાર કોમેડી મીમ્સ શેર કરી રહ્યા છે.
દરમિયાન અમુક લોકોએ મજાકના અંદાજમાં ટવિટરને શ્રદ્ધાંજલિ આપી હતી. ફૂલ પુષ્પગુચ્છ અર્પણ કરી લોકોએ પુષ્પોને પાણીમાં પધરાવ્યા હતા. બીજા એક યૂઝરે તો વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે મસ્ક ટર્નિંગ ટવિટર ઈન્ટુ ટવિટર એક્સ, જ્યારે અનેક યૂઝરે બર્ડને શ્રદ્ધાજલિ આપતી પોસ્ટ કરીને લોકોને ચોંકાવ્યા હતા.
અમુક યૂઝરે તો તેના અંગે ટવિટરને સવાલ કરતા પૂછ્યું હતું કે શા માટે ક્યુટ બર્ડનો ભોગ લેવામાં આવ્યો સમજાતું નથી. અન્ય એક યૂઝરે ટવિટરને અલવિદા કરતા ચકલીનો રોતી પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે આ વોઝ ફાયર્ડ.
COMMENTS