હવે પ્રવાસીઓ મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જોઈ શકશે નહીં. ચિત્તાઓના સતત મોત બાદ તેમને ખુલ્લા જંગલમાંથી પકડીને આરોગ્ય તપાસ માટ
હવે પ્રવાસીઓ મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જોઈ શકશે નહીં. ચિત્તાઓના સતત મોત બાદ તેમને ખુલ્લા જંગલમાંથી પકડીને આરોગ્ય તપાસ માટે મોટા વાડામાં ખસેડવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં આઠ ચિત્તાઓના મોત બાદ તમામ ચિત્તાઓની આરોગ્ય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના સતત મોત બાદ તેમને વાડામાં ખસેડવામાં આવી રહ્યા છે.
કુનો નેશનલ મેનેજમેન્ટ દ્વારા પાંચ દિવસમાં 6 ચિત્તાઓને ખુલ્લા જંગલમાંથી વાડામાં લાવવામાં આવ્યા છે. તેમાંથી પવન, ગૌરવ, શૌર્ય, આશા, ધીરા, ગામિનીને ટ્રેંકુલાઈઝ કરીને વાડામાં લાવવામાં આવ્યા છે. ચિત્તાઓના ગળાની આસપાસના રેડિયો કોલર પણ દૂર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે રેડિયો કોલર ચિત્તાના મૃત્યુનું કારણ બની રહ્યું હતું. જેના કારણે તેમને ઈજાઓ થઈ રહી હતી.
11 જુલાઈના રોજ ચિત્તા તેજસ અને 14 જુલાઈના રોજ સૂરજના મોત પછી અન્ય ચિત્તાઓના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જેમાં વધુ ત્રણ ચિત્તાના ગળામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. આ ઈજા રેડિયો કોલરને કારણે થઈ હતી. રેડિયો કોલરનાં કારણે આ ચિતાઓના મોત થયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિત્તાઓ પર જે કોલર આઈડી લગાવવામાં આવી હતી તે કોલર આઈડી વાઘ માટે બનાવવામાં આવી છે. આ કોલર આઈડીમાં ચિત્તા અનફિટ હતા. આ કોલર આઈડીના કારણે ચિત્તાના ગળા પર ઘા થઈ રહ્યા હતા અને તેમાં જંતુઓ પડી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. હવે આગામી સુનાવણી પહેલી ઓગસ્ટના રોજ થશે. ચિત્તાઓના મોતને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે બાકીના ચિત્તાઓને રાજસ્થાન અથવા અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની માંગ કરી છે.
ચિત્તાઓના પુનર્વસન દરમિયાન 50 ટકા મોત સામાન્ય માનવામાં આવે છે. આફ્રિકાથી વીસ ચિત્તા લાવવામાં આવ્યા હતા. અહીં ચાર ચિત્તાનો જન્મ થયો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે. કોર્ટે 40 ટકા ચિત્તાઓના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે.
COMMENTS