મોદી સરકારનો સપાટો, 52 લાખ નકલી સિમ કાર્ડ બંધ, 67 હજાર વ્હોટ્સએપ બ્લોક, ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત

HomeCountry

મોદી સરકારનો સપાટો, 52 લાખ નકલી સિમ કાર્ડ બંધ, 67 હજાર વ્હોટ્સએપ બ્લોક, ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોબાઈલ ફોન સિમ દ્વારા છેતરપિંડી અને મિસ યુઝ આજના યુગમાં સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ હવે આ છેતરપિંડી પર અંકુશ આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિમ ડીલરો

ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ, તિરંગો લહેરાવી રેલી કાઢી
સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 
શાહિદ આફ્રિદી હવે પાકિસ્તાનમાં મંત્રી બનશે, જાણો કેવી રહી છે આફ્રિદીની ક્રિકેટથી રાજકારણ સુધીની સફર…

મોબાઈલ ફોન સિમ દ્વારા છેતરપિંડી અને મિસ યુઝ આજના યુગમાં સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ હવે આ છેતરપિંડી પર અંકુશ આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિમ ડીલરો માટે નવો નિયમ બનાવ્યો છે. જે અંતર્ગત હવે દેશમાં મોબાઈલ ફોન સિમ વિક્રેતાઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનશે, જેમાં તેમની બાયોમેટ્રિક માહિતી સામેલ હશે. હવે મોટી સંખ્યામાં બિઝનેસ કનેક્શન લેતા વેપારીઓને સિમ આપતી વખતે સંબંધિત કર્મચારીનું કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે.

સિમની જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વની વૈષ્ણવે ટેલિકોમ સેક્ટર સંબંધિત બે સુધારાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ સુધારાઓનો હેતુ માત્ર યુઝરને સાયબર ફ્રોડથી બચાવવાનો છે. તેમણે કહ્યું કે, સિમ વેચનારને હવે ખોટી રીતે વેચવા બદલ જવાબદાર ગણવામાં આવશે. આ માટે તેનું પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે અને મોટી સંખ્યામાં સિમ ખરીદવા પર પ્રતિબંધ રહેશે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શન આપવામાં આવશે. બિઝનેસ કનેક્શન માટેની પ્રક્રિયા હેઠળ નોંધણી કરવામાં આવશે. આ બિઝનેસ કનેક્શન મેળવનાર દરેક વ્યક્તિએ તેનું KYC કરાવવું ફરજિયાત રહેશે.

કેન્દ્ર સરકારે કાર્યવાહી કરી

કેન્દ્રીય મંત્રીએ કોમ્યુનિકેશન પોર્ટલ દ્વારા મળેલી સિદ્ધિઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોમ્યુનિકેશન પોર્ટલ દ્વારા 52 લાખ નકલી કનેક્શન સમાપ્ત કરવામાં આવ્યા છે. 67 હજાર ડીલરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. સાયબર ફ્રોડ સંબંધિત 300 FIR નોંધવામાં આવી છે. 17 હજાર મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. 67 હજાર વ્હોટ્સએપ બ્લોક કરવામાં આવ્યા છે. એક લાખ પેમેન્ટ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. ત્રણ લાખના ચોરાયેલા મોબાઈલ તેમના માલિકોને પહોંચાડવામાં આવ્યા છે. સિંગલ ધોરણે લેવાના સિમની સંખ્યા હજુ પણ નવ પર જાળવવામાં આવી છે.

પોલીસ વેરિફિકેશન અને KYC માટે સમય મળશે

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ડિજિટલ KYC ફરજિયાત કરવામાં આવશે. સિમ કાર્ડ આપતી વખતે આધાર કાર્ડના QR કોડની ચકાસણી કરવી જરૂરી રહેશે. આનાથી ફોટો શોપના દસ્તાવેજોની હેરાફેરી સમાપ્ત થશે. જોકે, તેમણે કહ્યું કે 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0