હરિયાણાની ખેડુત મહિલાઓએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીના લગ્નને લઈ કહ્યું કે “રાહુલનાં લગ્ન કરાવી દો” તો
હરિયાણાની ખેડુત મહિલાઓએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીના લગ્નને લઈ કહ્યું કે “રાહુલનાં લગ્ન કરાવી દો” તો સોનિયા ગાંધીએ તેમને કહ્યું કે “તેમના માટે છોકરી શોધી કાઢો”. આ સાંભળીને રાહુલે કહ્યું કે ‘અરે થઈ જશે?’
ગાંધી પરિવારના નિવાસસ્થાને સોનિયા ગાંધી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં મહિલાઓ પહોંચી હચી ત્યારે આ વાતચીત થઈ હતી. વાયદો પૂર્ણ કરીને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હરિયાણાના સોનીપતની ખેડુત મહિલાને પોતાના ઘરે નિમંત્રી હતી અને માતા સોનિયા સહિત ગાંધી પરિવાર સાંથે ભોજન કરાવ્યુ હતું.
10 જનપથ ખાતેના નિવાસ પર મહિલા દ્વારા સોનિયા ગાંધીને રાહુલના લગ્ન કરાવી દો કહેવામાં આવ્યું હતું તો સોનિયા ગાંધીએ કહ્યું કે તમે તેના માટે છોકરી શોધી કાઢો.
આ સાંભળી રાહુલ ગાંધીએ કહ્યું કે અરે, થઈ જશે.
પ્રિયંકા ગાંધીએ મહિલાઓને કહ્યું કે મારા કરતાં રાહુલ વધારે તોફાની હતો. પણ આમ કરવાથી તેમને સતત ઠપકો જ મળતો હતો.
આઠમી જુલાઈએ રાહુલ ગાંધી અચાનક હરિયાણાના સોનીપતમાં રોકાયા હતા અને સ્થાનિક લોકો સાથે કેટલોક સમય વિતાવ્યા હતો અને ખેડુતોની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે વાવણીમાં પણ ભોગ લીધો તથા ટ્રેક્ટર ચલાવ્યું હતું, ખેતરમાં કામ કરતી મહિલાઓ દ્વારા લાવવામાં આવેલો ભોજન તેમણે આરોગ્યું હતું. રાહુલ મહિલાઓને દિલ્હી દર્શન માટે આમંત્રણ આપવાનો વાયદો કર્યો હતો, જે આજે તેમણે પરિપૂર્ણ કર્યો હતો.
COMMENTS