નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરપોર્ટ બ્રિજ બાદ હવે રાજકોટવાસીઓ માટે એક નવું નજરાણું તૈયાર થઇ રહ્યું છે. અટલ સરોવર આ નામ દરેકે સાંભળ્યું હશે. જી હા, 2019મા
નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરપોર્ટ બ્રિજ બાદ હવે રાજકોટવાસીઓ માટે એક નવું નજરાણું તૈયાર થઇ રહ્યું છે. અટલ સરોવર આ નામ દરેકે સાંભળ્યું હશે. જી હા, 2019માં શરુ કરવામાં આવેલ અટલ સરોવરનો પ્રોજેક્ટ હવે પૂર્ણ થવાના આરે છે. દિવાળી પહેલાં તેનું ઉદઘાટન થશે તેવી જાહેરાત પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આ અટલ સરોવર સ્માર્ટ સિટીનો જ એક ભાગ છે. 136 કરોડના ખર્ચે અહીં વિશાળ સરોવર સાથે વિવિધ રાઇડ્સ. નયન રમ્ય બગીચા, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ ઉપરાંત અનેક આકર્ષણો તૈયાર થશે.
શહેરના કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચે નવા રીંગરોડ પર મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી ‘અટલ સરોવર’ સંકુલનું લોકાર્પણ 15મી ઓગષ્ટે કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. કામ પુરું કરવાની સમય મર્યાદા 30મી સપ્ટેમ્બર સુધીની છે.
આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે હવેનો પ્રાયોરિટી પ્રોજેક્ટ સ્માર્ટ સીટીનો છે તેનું દિવાળી પહેલાં ઉદઘાટન કરવામાં આવશે. ચોમાસામાં કેટલાંક કામો થઇ શકતાં નથી. જોકે અટલ સરોવર એ ફરવા માટેનું એક બેનમૂન સ્થળ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019થી અટલ સરોવરનું કામ ચાલી રહ્યું છે. અહીં વિશાળ સરોવર સાથે વિવિધ રાઇડ્સ. નયન રમ્ય બગીચા, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર ઉપરાંત અનેક આકર્ષણો હશે. તેનું મોટાભાગનું કામ પુરું થયું છે. બે વર્ષ અગાઉ તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેનું 70 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે. જેમાં વોટરબોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે તેનું નિર્માણ થશે. અહીં ગાર્ડન, લેન્ડસ્કેપીંગ, બોટાનિકલ ગાર્ડન, બોટાનિકલ ક્લોક, સાયક્લીંગ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોક-વે, પાર્ટી પ્લોટ, ટોયટ્રેન, ફેરસવ્હિલ, એમ્ફિથિયેટર, પાર્ટીલોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ વગેરે જેવા અનેક આકર્ષણો હશે.
COMMENTS