સુરતના સુવાલીના દરિયા કિનારેથી ૯ કિલો અફઘાની ચરસ બિનવારસુ મળી આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે માછીમારો જ્યારે માછીમારી કરવા માટે દરિયામાં જ
સુરતના સુવાલીના દરિયા કિનારેથી ૯ કિલો અફઘાની ચરસ બિનવારસુ મળી આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે માછીમારો જ્યારે માછીમારી કરવા માટે દરિયામાં જઈ રહ્યા હતા. આ વેળાએ તેમની નજરમાં એક સંદિગ્ધ પ્લાસ્ટિકની બોરી પર પડી હતી.
આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બોરીમાંથી સંદિગ્ધ વસ્તુનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, પ્લાસ્ટિકની બોરીઓમાં રહેલ પદાર્થ અફઘાની ચરસ છે. પોલીસે કુલ ૯ કિલો ચરસ એકઠું કર્યું હતું. જેની બજાર કિંમત ૪.૫૦ કરોડ રૃપિયા ગણવામાં આવે છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
COMMENTS