એએસઆઈની ટીમો આજે સવારે વારાણસી જ્ઞાનવાપી પરિસરમાં સર્વે માટે પહોંચી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટમાં વાંધો લેતા સર્વોચ્ચ અદાલતે ર૬ જુલાઈ સુધ
એએસઆઈની ટીમો આજે સવારે વારાણસી જ્ઞાનવાપી પરિસરમાં સર્વે માટે પહોંચી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટમાં વાંધો લેતા સર્વોચ્ચ અદાલતે ર૬ જુલાઈ સુધી એએસઆઈના સર્વે પર સ્ટે મૂક્યો છે અને મુસ્લિમ પક્ષને આ મુદ્દે હાઈકોર્ટમાં જવાનું ફરમાન કર્યું છે.
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ સર્વેને લઈને સુપ્રિમ કોર્ટે મસ્જિદમાં એએસઆઈના સર્વે પર ર૬ મી જુલાઈ સુધી એટલે કે ર દિવસ માટે રોક લગાવી છે. અદાલતે કહ્યું કે, ર૬ મી જુલાઈના સાંજે પ વાગ્યા સુધી કોઈ સર્વે ન કરવો.
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન જો મસ્જિદ સમિતિ ઈચ્છે તો વારાણસી કોર્ટના નિર્ણય વિરૃદ્ધ હાઈકોર્ટ જઈ શકે છે. વારાણસી કોર્ટે મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ર૪ મી જુલાઈના સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૃ થઈ ત્યારે એએસઆઈની ટીમ જ્ઞાનવાપીમાં સર્વે કરી રહી હતી, જો કે એસીએ હાલતુરંત ત્યાં કોઈપણ પ્રકારના ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આજે વારાણસીમાં એએસઆઈ એ ર૪ જુલાઈએ જ્ઞાનવાપીનો સર્વે શરૃ કર્યો હતો. સીલ કરેલ વિસ્તાર સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે કરવાની વાત હતી. પ્રારંભિક ૩ કલાકના સર્વેમાં સમગ્ર કેમ્પસને ટેપ માપથી માપવામાં આવ્યું હતું. કેમ્પસના ચારે ખૂણામાં ૪ સ્ટેન્ડ કેમેરા મૂકવામાં આવ્યા છે. તેમાં દરેક પ્રવૃત્તિ નોંધવામાં આવી રહી છે. ભોંયરામાં વધુ પડતા અંધારાને કારણે સર્વેમાં સમસ્યા સર્જાઈ હતી. ટોર્ચ અને અન્ય લાઈટનો પ્રકાશ ઓછો પડતો હતો.
બીજી તરફ મુસ્લિમ પક્ષે સર્વેનો બહિષ્કાર કર્યો હતો. સર્વેના નિર્ણય સામે તેઓ સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતાં. સુપ્રિમ કોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહી હતી. સીજેઆઈ એ યુપી સરકારને પૂછ્યું હતું કે એએસઆઈ ત્યાં શું કરી રહ્યા છે. જ્ઞાનવાપીમાં સર્વેની સ્થિતિ શું છે?
એએસઆઈની ૪ ટીમો કેમ્પસને ૪ ભાગમાં વહેંચીને અલગ-અલગ સર્વે કરી રહી હતી. પરિસરમાં ફીટ કરાયેલા પથ્થર અને ઈંટની ઊંચાઈ માપવામાં આવી હતી. પાયાની નજીકથી માટીના નમૂના લેવામાં આવ્યા હતાં. ચારેય દીવાલોની ફોટો-વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સીડી પરના પથ્થરના નમૂના લેવામાં આવ્યા હતાં.
એએસઆઈની ૩૦ સભ્યોની ટીમ સોમવારે સવારે ૬-૩૦ વાગ્યે જ્ઞાનવાપી પહોંચી હતી. મુસ્લિમ પક્ષે સર્વેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. સર્વે અને શ્રાવણ સોમવારને ધ્યાનમાં રાખીને વારાણસીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કેમ્પસમાં અને તેની આસપાસ ર૦૦૦ થી વધુ જવાન તૈનાત કરાયા છે.
એએસઆઈની ટીમ રવિવારે રાત્રે દિલ્હી, પટના અને આગ્રાથી વારાણસી પહોંચી હતી. અહીં ડેએમ, કમિશનર અને પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. તે પછી સોમવારે સવારથી સર્વે પર સહમતિ બની. વહીવટી તંત્રે હિન્દુ અને મુસ્લિમ બન્ને પક્ષકારો અને તેમના વકીલોને બોલાવ્યા. હિન્દુ સર્વેમાં સહકારની વાત કરી હતી. સર્વે ટીમ સાથે હિન્દુ પક્ષના લોકો સવારે જ્ઞાનવાપીની અંદર ગયા હતાં.

બીજી તરફ મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ વિરૃદ્ધ સોમવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીનો હવાલો આપ્યો. મુસ્લિમ પક્ષના વકીલો મુમતાઝ અહેમદ અને રઈસ અહેમદે કહ્યું, ‘અમે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે તેમને પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અમે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આગળ વધીશું. ગઈકાલે જ અમે ડીએમને કહ્યું હતું કે, અમે સર્વેમાં ભાગ લઈશું નહીં.’
તે પહેલા હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, આજે જીપીઆર અન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાનવાપીનો સર્વે કરવામાં આવશે. આ સિવાય એએસઆઈની એક ટીમ સ્ટડી એરિયામાં આગળ-પાછળ સીધી લાઈનમાં આગળ વધે છે. જેમ જેમ તેઓ ચાલે છે, તેઓ ભૂતકાળની માનવ પ્રવૃત્તિઓના પુરાવા શોધે છે. દીવાલો અથવા ફાઉન્ડેશનો, કલાકૃતિઓ, માટીમાં રંગના ફેરફારોનો સમાવેશ થાય છે જે લક્ષણો સૂચવે છે. જેમ જેમ સંશોધક અથવા ટીમ સપાટી પરની કલાકૃતિઓ અથવા અન્ય પુરાતત્ત્વીય સૂચકાંકો શોધીને લક્ષ્ય વિસ્તારમાંથી ધીમે ધીમે ચાલે છે. ટીમ તે સમયે પર્યાવરણના પાસાઓને રેકોર્ડ કરે છે. આજે એએસઆઈ સર્વે ટીમ તે તમામ પુરાવાઓને સાચવશે.


COMMENTS