hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને હટાવવા વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

HomeInternational

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને હટાવવા વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

ભારત વિરોધી નિવેદન પછી માલદીવમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે, અને મુઈજ્જુ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી થઈ રહી છે. માલદીવના ટુરીઝમ એસોસિએશને પણ પોતા

મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા વિવાદમાં: સુંદરીઓએ મૂક્યો જાતીય ઉત્પીડનનો આરોપ, ‘પુરુષોની હાજરીમાં બંધ રુમમાં કરાયું બોડી ચેક’
સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો સપાટો,પ્રમુખ પદે નસીમ કાદરી, મંત્રી પદે અબ્દુલ હય મુલ્લા ચૂંટાયા
પાર્ટીમાં પરત ફરવાની હજુ તક, નહિંતર ત્રણ મહિનામાં આખો ખેલ બદલી નાખીશ”: શરદ પવારની અજીત જૂથને ચેતવણી

ભારત વિરોધી નિવેદન પછી માલદીવમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે, અને મુઈજ્જુ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી થઈ રહી છે. માલદીવના ટુરીઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે. માલદીવના મંત્રીઓએ કરેલી ટીકાથી માલદીવને મોટું નુક્સાન થઈ શકે છે, તેથી ત્યાંનો પ્રવાસ ઉદ્યોગ પણ નારાજ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

માલદીવના વિપક્ષો પહેલાથી જ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે, ત્યારે હવે પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે.

તેમણે માલદીવના નેતાઓને મુઈજ્જુને ખુરશી પરથી હટાવવામાં મદદ કરવા અપીલ કરતા કહ્યું છે કે, અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પડોશી દેશને અમારી વિદેશ નીતિથી અલગ નહીં થવા દઈએ. તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈજ્જુ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે.

માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ પણ માલદીવના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરી છે. માલદીવના મંત્રીઓએ કરેલી ટીકાથી માલદીવને મોટું નુક્સાન થઈ શકે છે. કેમ કે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તેમજ ટ્રાવેલ કંપનીઓના વિરોધ પછી હવે માલદીવના ટુરીઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેવદનોની ટીકા કરી છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ એક નિવછેદન જારૂ કરીને કહ્યું કહ્યું છે કે, તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરૂદ્ધ તેમના મંત્રીઓની ટિપ્પણની નિંદા કરે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0