મેક્સિકોમાં બસ પ૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતા ૧૭ લોકોના મોત થયા છે. બસમાં ૬ ભારતીય પણ સવાર હતાં. બસમાં કુલ ૪૦ લોકો હતા, તેઓ તિજુઆના તરફ જઈ રહ્યા હત
મેક્સિકોમાં બસ પ૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતા ૧૭ લોકોના મોત થયા છે. બસમાં ૬ ભારતીય પણ સવાર હતાં. બસમાં કુલ ૪૦ લોકો હતા, તેઓ તિજુઆના તરફ જઈ રહ્યા હતાં.
પશ્ચિમ મેક્સિકોમાં ગુરૃવારે વહેલી સવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે. આ દરમિયાન લગભગ રર અન્ય લોકો ઘાયલ થયા હતાં. જો કે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
નાયરિત રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડો લગભગ પ૦ મીટર (૧૬૪ ફૂટ) ઊંડો હતો. મૃતકોમાં ૧૪ વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. આ બસ તિજુઆના તરફ જઈ રહી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની ટેપિકની બહારના હાઈવે પર બરાન્કા નજીક બસ ક્રેશ થઈ હતી. બસમાં ૬ ભારતીય નાગરિકો સવાર હતાં. ગયા મહિનાની શરૃઆતમાં દક્ષિણના રાજ્ય ઓકસાકામાં બસ અકસ્માતમાં ર૯ લોકોના મોત થયા હતાં. ફેબ્રુઆરીમાં, મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના પ્રવાસીઓને લઈ જતી બસ ક્રેશ થઈ હતી, જેમાં ૧૭ લોકોના મોત થયા હતાં.
COMMENTS