સાણસામાં આવ્યો બોગસ PMO પવન પટેલ, CBIએ બોગસ PMO પવન પટેલ સામે દાખલ કરી FIR

HomeCountryGujarat

સાણસામાં આવ્યો બોગસ PMO પવન પટેલ, CBIએ બોગસ PMO પવન પટેલ સામે દાખલ કરી FIR

સીબીઆઈએ ટેક-સર્વેલન્સ એજન્સી એનટીઆરઓમાં કામ કરતા વડાપ્રધાન કાર્યાલયમાં બોગસ રીતે પોતાને પીએમઓ ઓફિસર તરીકે બતાવવા બદલ પવન પટેલ નામના વિય્કતિ વિરુદ્ધ એ

પૂનમ પાંડેએ પોતે જીવતા હોવાની જાહેરાત કરી ‘કેન્સર જાગૃતિ’નો પ્રયાસ ગણાવ્યો
કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો
મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટીસ ઈશ્યુ કરી, ચોથી ઓગષ્ટે વધુ સુનાવણી

સીબીઆઈએ ટેક-સર્વેલન્સ એજન્સી એનટીઆરઓમાં કામ કરતા વડાપ્રધાન કાર્યાલયમાં બોગસ રીતે પોતાને પીએમઓ ઓફિસર તરીકે બતાવવા બદલ પવન પટેલ નામના વિય્કતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.  આપહેલાં કિરણ પટેલ નામના વ્યક્તિની પણ સીબીઆઈએ પીએમઓના નામે લોકો પાસેથી નાણાં ખંખેરવાના પ્રકરણમાં ધરપકડ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે પીએમઓ દ્વારા છ મહિના પહેલા આપવામાં આવેલી જાણકારીના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી છે. પવન પટેલ વિરુદ્ધ 6 મહિના પહેલા ફરિયાદ મળી હતી. પવન પટેલ કોન્ટ્રાક્ટ અપવવા પેટે લોકો પાસેથી પૈસા માગતો હતો અને પોતાને પીએમઓ ઓફિસર તરીકે ઓળખાવતો હતા.

શાહદરા સ્થિત રહેવાસીએ કેન્દ્ર સરકારના ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ કરી હતી કે પવન પટેલ પીએમઓમાં પોસ્ટેડ હોવાનો દાવો કરી રહ્યો છે અને તે PMO ઇન્ટેલિજન્સ દ્વારા સુરક્ષાનું ધ્યાન રાખે છે. આ ઉપરાંત પવન પટેલે NTRO સાથે કામ કરવાનું પણ જણાવીને લોકો સાથે છેતરપિંડી કરી છે.

સમગ્ર બાબત સંવેદનશીલ હોવાનું જણાવીને ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે આ વ્યક્તિ પીએમઓ અને કાર્યલાયમાં પોતાના હોદ્દાના નામે લોકો પાસેથી ટેન્ડરો અપાવવાના નામે રુપિયા પડાવી રહ્યો છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લોકો ફરિયાદ કરતા નથી. તદ્ઉપરાંત આ વ્યક્તિ પૈસા લીધા બાદ પણ કામ કરતો ન હતો. ટ્રુકોલરમાં પણ આ વ્યક્તિનો નંબર પીએમઓ ઇન્ટેલિજન્સ એનટીઆરઓ તરીકે ફ્લેશ થતો હતો.

ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે 1986 બેચના એક નિવૃત્ત IRS અધિકારી આ વ્યક્તિને પૈસા લેવામાં મદદ કરી રહ્યા છે.

સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અનિલ કુમાર શર્મા પાસેથી 12 ડિસેમ્બર, 2022ના રોજ ફરિયાદ મળી હતી. તેમણે આરોપ લગાવ્યો કે એક વ્યક્તિએ તેમને મોબાઈલ નંબર 70913-63733 પરથી ફોન કર્યો અને Truecaller પરનો નંબર ‘PMO ઓફિસ દિલ્હી’ જણાઈ આવી રહ્યો હતો. ત્યારબાદ આરોપીએ સતીન્દર કુમારનો સંપર્ક કર્યો અને બદલામાં પૈસાની માંગણી કરીને તેમને નોકરીની ઓફર કરી હતી.

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે 1986 બેચના એક નિવૃત્ત IRS ઓફિસર બોગસ પીએમઓને પૈસા લેવામાં મદદ કરી રહ્યા હતા.

સીબીઆઈને એ પણ જાણવા મળ્યું કે રાજસ્થાનના રહેવાસી મોહર સિંહને પીએમઓમાં તૈનાત આસિસ્ટન્ટ કમિશનર ડૉ. પ્રસાદ પી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. આવી જ રીતે ફરીદાબાદના રહેવાસી શેષનાથ શ્રીવાસ્તવે પણ પીએમઓ તરફથી કથિત કોલનો આવો જ કેસ નોંધાવ્યો હતો. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ કર્યા બાદ આઈપીસીની કલમ 170, 511, કલમ 420 હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1