સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરવાના કેસમાં સુરતની કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપીના બચવા
સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરવાના કેસમાં સુરતની કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપીના બચવા પક્ષમાં એડવોકેટ સિદ્વાર્થ મોદી અને ફેનિલ મોદીએ દલીલો કરી હતી.
આ કેસમાં ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે 12-8-2019ના રોજ ફેસબૂક પર આ કામના ફરિયાદીની દિકરીના નામની ફેક એકાઉન્ટ બનાવી તેમાં “call kijiye apni rate ko hasin banane ke liye”આવો મેસેજ લખીને મોબાઈલ નંબર વાયરલ કરીને એક મહિલાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું”call on this number for full night enjopyment…with lowest fees”…આવા પ્રકારની પોસ્ટ કરતા પીડિત યુવતીને બદનામ કરવાના અંહે ઈપીકો કલમ 500 અને આઈટી એક્ટની કલમ 66(સી) અને 66(ડી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની તમામ હકીકતોને ધ્યાનમાં લેતાં એ હકીકત ફલિત થાય છે કે પીડિતા પર અલગ અલગહ નંબર પરથી ફોન આવતા હોવાની બાબત રેકર્ડ પર લાવવામાં આવી નથી. ફોન અંગેના પુરાવા પણ રેકર્ડ પર લાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત પીડિત યુવતીએ ક્યા નંબર પરથી ફોન આવતા હતા તેના પુરાવા રેકર્ડ પર બતાવવામાં આવ્યા નથી તથા જે નંબર પર ફોન આવતા હતા તે નંબર ફરિયાદીનો હોવા અંગેના પુરાવા પણ રેકર્ડ પર લાવવામાં આવ્યા નથી.
કોર્ટમાં ફરિયાદી દ્વારા જે સોશિયલ એકાઉન્ટ પરથી ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવ્યા હતા તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા ન હતા તેમજ 65-બીનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું ન હતું.બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટ તપાસમાં ફરિયાદી યુવતી ફરિયાદ મોડી આપવા અંગે કરવામાં નિષ્ફળ રહી હતી. આરોપી વિરુદ્વનો કેસ ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો ન હતો. આ સમગ્ર દલીલો આરોપીની તરફેણમાં હોવાનું કોર્ટે માન્યું હતું.
આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી હતી અને આરોપી તરફે એડવોકેટ સિદ્વાર્થ મોદી અને એડવોકેટ ફેનિલ મોદીએ તર્ક સંગત દલીલો કરી હતી. સુનાવણીના અંતે કોર્ટ આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

COMMENTS